SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ શું આ બોજ નાખવામાં આવ્યો હતો? દીપકને કોઈ કહે કે - “ચારે દિશાના અંધકારને વિદીર્ણ કરવાનો બોજ તું ઉઠાવ !” આ ભાર તો સૂર્યના ઉત્તરાધિકારી હોવાના લીધે પ્રજ્વલિત દીપક પર સ્વતઃ જ આવી જાય છે. દીપકનો અર્થ જ પ્રકાશ છે, અને પ્રકાશનો અર્થ છે તમ(અંધકાર)હરણનો સંકલ્પ. આ સંકલ્પની પૂર્તિ હેતુ દીપકનું કર્તવ્ય બને છે કે તે પોતાની પ્રજ્વલિત વર્તિકાથી દીપકની પછી દીપક પ્રદીપ્ત કરીને અવલીમાં સજાવવામાં આવે, જેથી સંપૂર્ણ જગત પ્રકાશમાન થઈ ઊઠે. આ સંકલ્પની પૂર્તિમાં “નાના દીપ’થી દીપિત સંત-સતીઓની એક સુદીર્ઘ શૃંખલા જ સર્જિત કરી દીધી હતી. એક કડી બીજી કડીથી જોડાય ગઈ છે. સંપૂર્ણ સંસારને પોતાની જ્યોતિપરિધિમાં આવેષ્ઠિત કરવા માટે અને જગતીનું આંગણું આચાર્યશ્રીના નેશ્રાયમાં દીક્ષિત દીપકોની લાંબી શૃંખલાથી સજી ગયું. કોઈ એક આચાર્યની પ્રચંડ ઊર્જાનું આ અસંદિગ્ધ પ્રમાણ હતું. આ ચમત્કાર પણ હતો, કારણ કે જ્ઞાન-સાધના અને સમાજ-નિર્માણનું આ કાર્ય આટલા વિશાળ સ્તર પર ગત (વિગત) (પાછલા) પાંચસો વર્ષમાં પણ સંપન્ન થયું નહોતું. પછી તત્કાલીન પરિસ્થિતિઓ અત્યંત વિષમ હતી. એક અત્યંત સીમિત સાધુ-સાધ્વી વર્ગ, સાંપ્રદાયિક આગ્રહોથી ટક્કર, વિરોધોની ઉગ્રતા અને દુર્બળ સંઘીય વ્યવસ્થા પોતાનામાં વિકટ સમસ્યાઓ હતી. પરંતુ “દિવા સમ મારિયા પUUતા ” . આચાર્ય એ દીપકની સમાન હોય છે, જે પોતાની પ્રજ્વલિત જ્યોતિ-શિખાથી પ્રત્યેક ખૂણાનું તમહરણ કરવાનું સામર્થ્ય રાખે છે. તેવી ભીષણ ઝંઝાવાતના એ કાળમાં જ્યારે શ્રમણ સંઘો અને શ્રાવક સંઘોની ભાવનાઓ ભીષણરૂપથી આલોડિત હતી, આ સંઘ પ્રજ્વલિત દીપકે સાહસપૂર્વક ઘોષણા કરી હતી. સંઘર્ષથી જ નવનીત (માખણ) નીકળે છે અને સંઘર્ષ જ વિપુલ શક્તિનું ઉત્પાદક હોય છે. સંઘર્ષથી ભયભીત થનાર વ્યક્તિ પ્રગતિનાં પદચિહ્નો પર ચાલી શકતા નથી.” અને પ્રારંભ થઈ લડાઈ દીવાની અને તોફાનની, જેમાં દવાનો વિજય થયો. ઝંઝાવાત શાંત થયો હતો. સભાવ, સ્નેહ, સહયોગ અને સમર્પણના મંદ ફુવારાથી સંપૂર્ણ જન-જીવન સ્નાત થઈ નિર્મળ થઈ ગયું તથા સર્વત્ર વ્યવસ્થા અને અનુશાસનનો સાગર ઉમંગે ભરવા લાગ્યો હતો. આ સાધના હતી, તપસ્યા હતી, સોનાની આગમાં તપવાની. સંવત ૨૦૨૦ના રતલામ ચાતુર્માસે એ સિદ્ધ કરી દીધું કે વીતરાગી સંત પોતાના-પારકા, શત્રુ-મિત્ર, હાનિલાભ, જય-પરાજય વગેરેના ભાવોથી મુક્ત હોય છે. સોનું તપીને કુંદન બને છે અને સંઘર્ષોમાં સ્થિર મતિ રહીને મનસ્વી વંદનીય બની જાય છે. मनस्वी कार्याथी न गणयति दुःख न च सुखं । तप्तं तप्तं पुनरपि पुनः कांचन कान्तवर्णम् ॥
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy