SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એક દીપ આદિત્ય બની ગયો [ (આચાર્ય શ્રી નાનેશ સંક્ષિપ્ત પરિચય) એક નાનો દીપ, એક નાનકડો દીપ, સદા હરતો તિમિર જગનું, સહજ શાન્ત અભીત ! નાનો દીપક, ગામની માટીની સુગંધથી સુવાસિત, સંસ્કારોના નેહથી સિંચિત, નિર્મળ વર્તિકાથી સુસજ્જિત જ્યોતિર્ધર શ્રી જવાહરાચાર્યના સુશાસનમાં યુવાચાર્ય શ્રી ગણેશાચાર્યથી પ્રકાશ લઈ પોતાની ચારેબાજુ પરિવ્યાપ્ત નિબિડ અંધકારને વિદીર્ણ કરવાના હેતુ પ્રજ્વલિત થઈ ઊઠ્યો હતો. અગ્નિજ્યોતિ, ચંદ્રજ્યોતિ, સૂર્યજ્યોતિની જાજ્વલ્યમાન પરંપરામાં સંમિલિત થવાનું ક્ષીણ દીપજ્યોતિનું દુસ્સાહસ. બલિહારી એ આત્મબળની જે દીપકથી દીપક પ્રગટાવીને અમાનિશાને અમંગલકારી દીપાવલીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે છે, ત્યારે જો નાનો દીવો, પ્રકાશની અજસ્ત્ર ધારા પ્રવાહિત કરવાના હેતુ, નાનાદિસોન્મુખી હોય, નાનાવિધ, સર્વજનહિતાય, આચાર્ય નાનેશ બની ગયા તો આશ્ચર્ય કેવું? શાસ્ત્રકારોએ પણ કહ્યું છે - जह दीवो दीवसयं पइप्पए जसो दीवो । दीवसमा आयरिया दिव्वंति परं च दिवंति ॥ અને પછી બાળ ભગવાનની પરંપરા કંઈ નવી તો નથી. પ્રલય પારાવારમાં વટવૃક્ષના પત્ર પર સહજ નિદ્રામગ્ન બાલમુકુંદ સાક્ષાત બ્રહ્મ જ, જેને શ્રદ્ધાળુ લોકો ભક્તભાવથી નમન કરે છે. “વટી પત્રી પુર” શયાનમ્ વાનપુરમ્ શિરસી નમામિા” અને એમના સંરક્ષણમાં નવી સૃષ્ટિનો વિકાસ સંભવ થયો હતો. અજ્ઞાનાંધકારના હરણમાં મહત્ત્વ વય, આકાર, રૂપ અથવા વર્ણનો હોતો નથી; કારણ કે - “તમતં શુદિ વેવ વિન્ન ” ઉત્તમતા ગુણોથી પ્રાપ્ત થાય છે, અને ગુણોની પૂજા થાય છે - TUT: પૂનાસ્થાનં ર ર ત્નિ ન ર વય: ” આ જોઈને તો પૂજ્ય આચાર્ય શ્રી ગણેશલાલજી મ.સા.એ પૂર્ણ આશ્વસ્તિ-ભાવથી આઠમા પાટના અધિષ્ઠાતતું પદ નાનાલાલને આપવાની પૂર્વપીઠિકાની નવી દિશામાં એમણે યુવાચાર્યના પદ પર અભિષક્ત કર્યા હતા. ભલેને જનની શૃંગારબાઈનું મમતાવ્યાકુળ સંશયશીલ હૃદય પ્રાર્થના કરતા રહ્યા હોય - “તે ખૂબ નાનો બાળક છે, એની પર આટલો મોટો બોજ ન નાખો.”
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy