SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અશાંતિ, વિરોધ અને સંઘર્ષથી આલોડિત જનસાગરના આ અનન્ય યોગીએ સભાવ, ત્યાગ, તપ અને ધાર્મિક ઉપલબ્ધિઓનું જે નવનીત કાઢ્યું, તેને પોતાની સાધનાથી માનવમાત્રના હિતાર્થે સહજભાવથી વિતરીત પણ કરી દીધું. હિંસા, આતંક, વિરોધ, શોષણ, પીડાનું શમન તથા લોભ, મોહ, ક્રોધ જેવી વ્યાધિઓના ઉપચારમાં આ નવનીત અમૃત રસાયણ સિદ્ધ થયું. પોતાના દિવ્ય સંદેશાઓ દ્વારા આ સંતે વર્તમાન વૈજ્ઞાનિક સભ્યતાના વ્યામોહની પ્રતિ અભિનવ મનુષ્યને જે પ્રકારે સચેત કર્યો એ પ્રકારની સુંદર કાવ્યાત્મક દિદર્શના રાષ્ટ્રકવિ દિનકરની આ પંક્તિઓમાં થાય છે - व्योम से पाताल तक सब कुछ इसे है ज्ञेय, पर न यह परिचय मनुज का, यह न उसका श्रेय । श्रेय उसका बुद्धि पर चैतन्य उर की जीत, श्रेय मानव का असीमित मानवों से प्रीत । एक नर से दूसरे के बीच का व्यवधान, तोड़ दे जो, बस वही ज्ञानी, वही विद्वान । આ વ્યવધાનને તોડવાની દિશામાં યાત્રાઓ, ચાતુર્માસ અને ઉદ્દબોધનોનું જે આયોજન થયું હતું, એમની વચ્ચે એક દિવ્ય વ્યક્તિત્વ ઉભરાયું હતું - ઉન્નત લલાટ, તેજયુક્ત આનન, સુદઢ ગ્રીવા, વિશાળ વક્ષ:સ્થળ, પ્રલમ્બ બાહુ અને અનોખા પ્રભામંડળથી દીપિત વપુ (શરીર) જે સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર, અને સમ્યગુદૃષ્ટિના પ્રકાશનાં કિરણો વરસાવીને આ સંપૂર્ણ જીવસૃષ્ટિને પોતાના સ્નેહપૂર્ણ કોમળ આવેષ્ટનમાં સમેટી લેવા આતુર હતા. રવિ, પવન, મેઘ, ચંદન અને સંત, ભેદ-અભેદ જાણ્યા નથી. સ્વભાવથી જ પોતાના અક્ષય સ્નેહ-ભંડાર બધાના માટે ઉન્મુક્ત રાખતા હતા. પછી પ્રકાશપુંજની જ્યોતિની સીમા કેવી રીતે બંધાય? પ્રસંગ અનેક હોય શકે છે, પરંતુ પ્રતિબોધની મહિમા અભિન્ન હોય છે, તેથી સામાજિક ઉત્ક્રાંતિની યુગાન્તકારી દૃષ્ટિ ધર્મપાળોની અતૂટ શૃંખલા નિર્મિત કરી શકે. આ રીતે સમ્યકત્વના મંત્રના પ્રભાવથી સમાજના નિમ્નસ્તર પર બેઠેલા વ્યક્તિને પણ ઉચ્ચતમ વ્યક્તિના સ્તર પર એ જ આસન (બેસાડી) કરાવી શકતા હતા. જે માનતા હોય - “મ્પUT વAU હોદ્દ મુJTI દોડ઼ દ્વત્તિમો ” ભગવાન મહાવીરની આ વાણીને જો આચાર્યશ્રીએ ચરિતાર્થ કરી તો આશ્ચર્ય કેવું? હરિકેશબળ નામના ચાંડાલને માટે પ્રવ્રજ્યાનું વિધાન હોઈ શકે, તે જન્મના આધારથી નિર્મિત વર્ણવ્યવસ્થાની ઉપયુક્તતા તર્કસંગત ક્યાં બેસે છે ? પરિણામ સ્વરૂપ વ્યાપક માનવ સમાજ પ્રતિ સ્નેહ, સદ્ભાવ અને ન્યાયની જે નિર્મળ ધારા પ્રવાહિત થઈ હતી, એમાં ગુરાડિયા, નાગદા, આક્યા અને ચીકલી જેવાં ગામોનાં દલિત સ્નાન કરી કૃતાર્થ થઈ ગયા. “પારસગુણ અવગુણ નહિં જાનત, કંચન કરત ખરો” - ત્યારે સંતના સંસર્ગમાં સરળ હૃદય અજ્ઞાનીજન ધર્મપાળ કેમ બની ન શકે ? એક રાજા ભગીરથે ગંગાની
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy