SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ww સન ૧૯૭૮માં તમે હસ્તશિલ્પના નિર્યાત વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને પોતાની વિશ્વસનીયતા તથા પુરુષાર્થથી વિદેશોમાં અતુલ ખ્યાતિ પામ્યા. ૨૫ વર્ષોના ગાળામાં ૬૦-૭૦ વાર વિદેશયાત્રા કરીને તમે ભારતીય હસ્તશિલ્પની વિદેશોમાં પ્રતિષ્ઠા વધારી. સન ૧૯૮૫માં કૃત્રિમ આભૂષણોનો વ્યવસાય શરૂ કર્યો. આ ક્ષેત્રમાં પણ તમોને મહત્તમ ખ્યાતિ મળી. સન ૧૯૯૩ તથા સન ૧૯૯૯માં બે વાર દિલ્હી રાજ્યથી પુરસ્કૃત થયા અને અખિલ ભારતીય સ્તરના પુરસ્કાર પ્રાપ્ત કરી આપ Hand Crafted Jewellery ક્ષેત્રની અગ્રીમ પંક્તિમાં આવી ગયા. સહજતા, સરળતા અને મૃદુભાષિતાના ગુણોમાં સર્જેલું તમારું જીવન હર કોઈનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરે છે. સંઘ, સેવા, ગુરુનિષ્ઠા તથા નિષ્કામ ભાવથી કરેલ તમારા કાર્યને ધ્યાનમાં રાખતા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬માં ઇન્દૌરમાં આયોજિત સંઘ અધિવેશનમાં તમને સંઘના રાષ્ટ્રીય મહામંત્રીના પદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. પહેલાં પણ તમે સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદને સુશોભિત કર્યું છે. વર્તમાનમાં તમે સંઘના આગમ અને તત્ત્વ પ્રકાશન સમિતિના સંયોજક પદ પર તમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છો. તમારા સંયોજકત્વમાં તત્ત્વના અનેક પુસ્તકોનાં પ્રકાશન થઈ ચૂક્યાં છે. તમારાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પાદેવી છલ્લાણી પણ અત્યંત ધર્મનિષ્ઠ સુશ્રાવિકા છે. તમે નિત્ય પ્રતિદિન સામાયિક, સ્વાધ્યાય કરનાર સુશ્રાવિકા છો તથા થોકડાની વિશેષ જાણકારી પણ છે. તમે અનેક થોકડાની પરીક્ષાઓ આપી છે, જેમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તત્ત્વ પ્રકાશન સંબંધી પુસ્તકોના પ્રકાશનમાં સહયોગકર્તાના રૂપમાં વિશેષ ભૂમિકા નિભાવી છે. ધર્મના પ્રતિ વિશેષ રુચિ રાખવાવાળા મહિલારત્ન છે. તમે દિલ્હી મહિલા મંડળના અધ્યક્ષ પદ પર પણ સેવાઓ પ્રદાન કરી છે. તમારાં નાના ભાઈશ્રી કૈલાશજી છલ્લાણી, શ્રીમતી મીનુજી છલ્લાણી, શ્રી સુમેરચંદજી છલ્લાણી, શ્રીમતી દીપાલીજી છલ્લાણી દિલ્હી સમતા મહિલા મંડળના ઉપાધ્યક્ષના પદ પર એમની સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. પરિવારનાં દરેક બાળકો હર્ષિત, માધુરી, એનિકા, મેઘા, આદિત્ય, મધુર આદિ છલ્લાણી પરિવારને યશ અને કીર્તિમાં નિરંતર આગળ વધારી રહ્યાં છે. છલ્લાણી પરિવાર સદૈવ સુદેવ, સુગુરુ તથા સુધર્મ પર વિશ્વાસ રાખતા આવ્યા છે, અને તમે તમારા ધનને ધર્મથી જોડ્યું છે. તમે સામાયિક અને સ્વાધ્યાય-હેતુ નિરંતર પ્રેરણા કરો છો અને તમારા દ્વારા સામાયિક ઉપકરણ તથા સ્વાધ્યાયનાં પ્રેરક પુસ્તકો સ્વાધ્યાયીના પ્રેમીઓને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવી રહ્યા છો. નિઃસંદેહ છલ્લાણી પરિવારની ગુરુભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ અન્યના માટે અનુકરણીય છે. S
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy