SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ T ' અર્થ સહયોગી પરિચય mm સંદરન શ્રી સાયરચંદજી કલ્યાણી આસાવરી (જિ. નાગૌર), નવી દિલ્હી સામાયિક અને સ્વાધ્યાય કોઈપણ સાધકના જીવનના પ્રમુખ અંગ છે, અને જે એને પોતાના જીવનમાં સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરે છે, વાસ્તવમાં એમનું જીવન ધન્ય છે, એવી આદર્શ વ્યક્તિઓમાં એક નામ છે સંઘરત્ન, શાસનગૌરવ, શ્રી સાયરચંદજી કલ્યાણી. શ્રીયુત સાયરચંદજી છલાણી રાજસ્થાનના નાગૌર જિલ્લાના અસાવરી ગ્રામનિવાસી, - ધર્મનિષ્ઠ, સરલ મનના, સ્વાધ્યાયના સાધક, શ્રાવકવર્ય શ્રી ઝૂમરમલજી છલાણીના જ્યેષ્ઠ છે પુત્ર છે. ગુરુભક્તિ, સમર્પણ, સેવાના સંસ્કાર આપને વારસામાં મળ્યા છે. બાવર(રાજ.)માં રહીને તમે બી.કૉમ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આપની અથાગ મહેનત, શ્રમશીલતા અને પ્રખર પ્રતિભાથી ઉચ્ચ વ્યાવસાયિક સોપાનો સર કર્યા, સાથે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક,છે. જનકલ્યાણકારી ક્ષેત્રોમાં પણ અમીટ છાપ અંકિત કરી છે. આચાર્યપ્રવર શ્રી નાનાલાલજી મ.સા.ના સંપર્કથી નવીન દૃષ્ટિનો સંચાર થયો. જે આપનાર જીવનમાં મહત્ત્વપૂર્ણ વળાંક હતો. તમે સામાયિક અને સ્વાધ્યાયની ધારાઓથી સ્વયંને આપ્લાવિત કર્યું. તમે દિવસમાં બે સામાયિક કરો છો અને તમને લઘુદંડ, જીવઘડા, ગતિ-અગતિ, ગુણસ્થાન છે સ્વરૂપ, જીવ-અજીવ પર્યાય, ગમ્મા, કાયસ્થિતિ, પ્રતિક્રમણ, ભક્તામર, પચ્ચીસ બોલ, ૬૭ 6 બોલ અને અનેક થોકડા કંઠસ્થ કરી લીધા છે. અનેક પુસ્તકો જેવા કે જવાહર કિરણાવલી, ? જૈન ધર્મનો મૌલિકઇતિહાસ વગેરે ગ્રંથોના સ્વાધ્યાય કર્યા છે. ; તમે તમારાં અર્જિત ધનથી અંશદાનના નિયમ ધારણ કર્યા છે. સંઘની દરેક પ્રવૃત્તિ છાત્રવૃત્તિ, જીવદયા, સાહિત્ય પ્રકાશન, ધર્મપાલ પ્રવૃત્તિ, સિરીવાલ પ્રવૃત્તિ, ભગવાન મહાવીર છે સમતા ચિકિત્સાલય, જૈન સંસ્કાર પાઠ્યક્રમ તથા કેન્દ્રીય કાર્યાલય ભવન નિર્માણ વગેરેમાં 2 મુક્ત હાથથી દાન આપતાં રહો છો. આચાર્ય પ્રવર નાનેશના પટ્ટધર વર્તમાન આચાર્યશ્રી રામલાલજી મ.સા.ના પ્રતિ આપ અત્યંત શ્રદ્ધાનિષ્ઠ છો. આપની વ્યસ્તતમ દિનચર્યાના છે ઉપરાંત પણ આપ સંત-સતીજી મ.સા.નાં દર્શન અને પ્રવચન શ્રવણનો અવસર કાઢી લો. છો. બાલક-બાલિકાઓ, યુવક-યુવતીઓને તમે આધ્યાત્મિક સંસ્કારોની તરફ પ્રેરિત કરો છો. સામાયિકની નિયમિતતાના લીધે આપે શ્રાવકોને સેંકડો સામાયિક-ઉપકરણ ભેટ આપ્યાં છે. આચાર્ય ભગવાન પાસે માત્ર ૪૪ વર્ષની ઉંમરમાં સાથે શીલવ્રત ગ્રહણ કર્યું જે આપમાં એક કીર્તિમાન છે. આપે જૈન સ્તોક મંજૂષા ભાગ એકથી ચાર સુધીની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી.
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy