SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ચંદ્ર સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, “પુષ્પદંત” વિદિત ૧૦૧ખમા (૧૫) સમ્યકત્વને ધારણ કરનારા ચંદ્રમા અને સૂરજ શુભચિતથી આ ગિરિની સેવા કરે છે. તેથી આ ગિરિનું પુષ્પદંત એવું નામ પ્રસિદ્ધ છે. આવા આ તીર્થધને ભાવથી નમે ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ તે તીર્થેશ્વર પ્રણમીયે, “મહાપદ્મ સુવિલાસ ૧૦૨ખમાવો (૧૬) કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે અને બન્નેને છોડીને ઉપર જુદું રહે, છે, એ જ રીતે આ ગિરિના સેવનથી ભવ્ય જીવો ભવજલથી તરી જાય છે. તેથી આ ગિરિને મહાપદ્મ” ની ઉપમા આપી છે. આવા આ તીર્થેશ્વરને પ્રણમે ૧૦રા ભૂમિધર જે ગિરિવર, ઉદધિ ન લેપે લીહ તે તીર્થેશ્વર પ્રણમિયે, “પૃથવીપીઠ અનીહ ૧૦૩ખમા (૧૭) પર્વતે અને સમુદ્રો જે પોતાની મર્યાદાને ઓળંગતા નથી તે ખરેખર આ ગિરિને પ્રતાપ છે, આથી એનું નામ “પૃથવીપીઠ” એવું પડેલું છે, તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે ૧૦૩ મંગળ સવિ મલવા તણું, પીઠ એહ અભિરામ | , તે તીર્થેશ્વર પ્રણમીયે, “ભદ્રપીઠ જશ નામ ૧૦૪ખમા (૧૮) સર્વ વસ્તુને મેળવવા માટે એક સ્થાન જોઈએ, આવું એક સ્થાનરૂપ પીઠ આ ગિરિવર છે. અને મોક્ષ સુધીનું બધું મેળવી આપે છે, તેથી આ ગિરિ “ભદ્રપીઠ” એવા નામે પણ ઓળખાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરે ૧૦૪ મૂળ જસ પાતાલમાં, રત્નમય મને હાર છે તે તીર્થેશ્વર પ્રણમીયે, “પાતાલમળ’ વિચાર ૧૦૫ખમાળા (૧૯) આ ગિરિવરનું મૂળ પાતાલમાં ગયેલું છે. આ ગિરિ રત્નમય મનહર છે. આથી આ ગિરિરાજ “પાતાલમુળ” નામથી પણ સંબોધાય છે. આવા આ તીર્થરાજને હે ભો! તમે નમન કરે ૧૦પા (૧૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy