SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કર્મ ક્ષય હોય જિહાં, હાય સિદ્ધ સુખ કેળ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, “અકર્મક મન મેળ ૧૦૬ખમાયા(૨૦) આ ગિરિ ઉપર તેની સેવાના પ્રભાવે કર્મોને ક્ષય થાય છે. અને જૂના કર્મને મેલ પણ ધોવાઈ જાય છે. આ કારણથી “અકર્મક-કર્મ રહિત કરનાર કહેવાય છે, આવા આ તીર્થરાજને નમે ૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસણ પામ તે તીર્થેશ્વર પ્રણમીયે, સર્વકામ મન ઠામ ૧૦૭ખમા (૨૧) જે તીર્થેશ્વરના દરશનથી પિતાની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી આ તીર્થનું સર્વ કામદાયક એવું પણ નામ છે, તે તીર્થનું હંમેશાં સ્મરણ કર ૧૦૭ ઈત્યાદિક એવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર ! જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર ૧૦૮ખમા (૨૧) ઉપર જણાવેલી રીતે આ તીર્થના ગુણ નિષ્પન્ન એકવીસ નામ વડે અને મહિમા વડે ૧૦૮ સ્તુતિ કરવાથી અને એનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે, તેમજ આત્મબળ પ્રગટ થાય છે. આવા પ્રભાવશાળી ગિરિરાજને હર હંમેશ નમન થાવ ૧૦૮ કળશ ૧૧ ઈમ તીર્થનાયક સ્તવન લાયક, સંથો શ્રીસિદ્ધગિરિ અઠ્ઠોત્તર સય ગહ સ્તવને, પ્રેમ ભક્તિ મનધરી છે શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી; પુણ્ય મહોદય સકલ મંગલ, વેલી સુજશે જયસરી આવી રીતે તીર્થોમાં અગ્રેસર, સ્તવન કરવાને યોગ્ય, એવા શ્રીસિદ્ધગિરિરાજની ૧૦૮ ગાથા વડે અંતરમાં પ્રેમ અને ભક્તિને લાવીને રચના કરી. જગતમાં સુખકારી એવા શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય જયશ્રીના લાંછનવાળા એવા મેં “શુકશવિજયે પુણ્યના મહાઉદયના માટે, સકલ મંગલ થાય તે માટે, આ મને હર કડીબદ્ધ રચના કરી. આથી આની આરાધના કરનાર ભવ્ય જીવોનું અને મારું કલ્યાણ થાવ. ૧ શ, ૨૪ (૧૮૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy