SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પોતાના ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતુ ચૂકતે કરા. શેઠને આશ્ચર્ય થયું કે –શેના રૂપિયા ? શેની વાત ? મહેમાને યાદી આપી. હુંડીની વાત કરી. આપે હુંડી સ્વીકારી મારી લાજ રાખી હતી. સામચંદ શેઠે કહ્યુ` કે રૂપિયા તે જમા ખરચ નંખાઈ ગયા છે. સંકટમાં આવેલા સામિકને સહાય કરવી એ તે! મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નિહ. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા, બન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું ? છેવટે નક્કી કરવામાં આવ્યું કે આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રીશત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રીશત્રુંજય ઉપર આ ઊંચામાં ઊંચી ટુંક બંધાવવામાં આવી. આ રીતે આ ચૌમુખજીની ટુંકનું સં. ૧૯૭૫માં નિર્માણ થયું. આથી આને સવા સામજીની ટુંક પણ કહે છે. આ ટુંકમાં ચૌમુખજી સન્મુખ સ. ૧૬૭૫ પ્રતિષ્ઠિત થયેલ શ્રીપુ'ડરીકસ્વામીનુ મદિર છે. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઇનુ` બંધાવેલુ સહસ્રફુટનુ દહેરાસર છે. સ. ૧૬૭૫માં શેઠ સુંદરદાસ રતનદાસનું અધાવેલુ શાંતિનાથ ભગવાનનું મદિર છે. બીજું એક શાંતિનાથ ભગવાનનું મંદિર પણ છે. સ. ૧૮૫૬માં પ્રતિષ્ઠા કરેલ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી સામજીએ સ. ૧૬૭૫માં બંધાવેલુ શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. આ દહેરાસરમાં પાસણમાં એક ચાવીસી છે. અને ત્રણ ચાવીસીની એક એક પ્રતિમાજીએ છે. અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનુ સં. ૧૮૮૪માં અધાવેલુ. શ્રીસીમ ધર સ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બધાવેલું આરસનુ એક દહેરાસર છે. ભણસાલી કરમસિંહુ અમદાવાદવાળાનુ બંધાવેલું અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. આ ટુંકના એક મંદિરમાં પરિકરપર સ’. ૧૩૩૭ ના શિલાલેખ છે. અને એક ઠેકાણે સ. ૧૬૭૫ ના શિલાલેખ છે અને ખીજે એક ઠેકાણે સ’. ૧૬૭૫ ના શિલાલેખ પણ છે. સમવસરણ પર સ. ૧૩૩૭ ના શિલાલેખ છે. સ. ૧૬૮૨માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪પર ગણધરના પગલાં છે. અહીં' દેરી ન'. ૮૭૨માં એક ધાતુ પ્રતિમા ઉપર સિદ્ધહેમકુમાર સંવત્ એમ ઉલ્લેખ કરેલા મલે છે. આ રીતે આ ખરતરવસહી=સવાસેામની ટુકમાં ૧૧ મોટા દહેરાસરો છે. ૪૧૨ પ્રતિમાજીએ છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજીએ છે. બધાં મળીને કુલ્લે પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ (કે ૨૧૫૯) પગલાં હશે. (૧૩૯)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy