SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બારીમાંથી બહાર સવામની દુકમાંથી પાછલી બારીમાંથી બહાર નીકળતાં ચાર પાંચ પગથીયાં ચઢતાં પાંડવોનું દહેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવે, કુંતામાં અને દ્રોપદીની મૂર્તિ છે. તેની ઉપર સં. ૧૭૮૮ ને લેખ છે. તેના ચેગાનમાં ખરા પથ્થરનું મને હર સ્થાપત્ય છે. (ડે. મધુસુદન ઢાંકીના આધારે આ પાંચ પાંડનું દહેરાસર ૧૪૨૧ માં શા. દલીચંદ કલાભાઈએ બંધાવ્યું છે) (ખરેખર આ મંદિર માંડવગઢના મંત્રી પેથડશાનું બંધાવેલું છે.) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બીરાજમાન હશે, પછીથી આમ ફેરફાર થયે માન પડે. આ મંદિરના મંડોવર અને શિખરમાં સુંદર કરણી છે. મંદિર દક્ષિણાભિમુખ છે. પાંડ પાંડુરાજાના પુત્રો પાંડે રાજ્ય કરતા હતા ત્યારે, કોરાએ જુગટુ રમવાના બહાને પાંડેને જુગટામાં જોડયા. પાંડ બધું હાર્યા. સર્વનાશ કરનારા એવા જુગટામાં દ્રોપદીને પણ હાર્યા. આથી દુષ્ટ એવા દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂટવા એનાં વસ્ત્ર ખેંચાવ્યાં. પરંતુ શિયળના પ્રતાપે દ્રોપદીનું શિયળ ન લુંટાયું. પાંડવો વનવાસ ગયા. અને પાંડવ કૌરનું યુદ્ધ થયું. કૌરને નાશ થયે. પાંડે રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉધાર કરાવ્યો. પછી આ બધાએ હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહારપાણી કરવાં, આગળ વિહાર લંબા. ત્યારે સાંભળ્યું કે શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શ્રી શત્રુંજય ઉપર આવીને અનસણ અંગીકાર કર્યું, અને આસો સુદ ૧૫મે દશક્રોડ મુનિઓ સાથે પાંડવો મેક્ષે ગયા. પરંતુ નિયાણના પ્રતાપે દ્રૌપદી આરાધના કરી દેવામાં ગઈ. તે દેવકથી મનુષ્યભવમાં આવીને મેક્ષે જશે. સહસ્ત્રકુંડ પાંડના દેરાસરની પાછળ સહસ્ત્રકુંડનું દહેરાસર આવેલું છે. (સહસ્ત્રકુંડની રચનાનું વર્ણન આગળ આપી ગયા છીએ.) આ સહસકુંડ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તે દહેરાસરમાં એક બાજુએ ૧૭૦ પ્રતિમાજી આરસપહાણમાં કરેલાં છે. એકસે સિતેરજિન શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં હેય છે. (૧૪૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy