SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સવામજીએ બંધાવેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટુંકની લંબાઈ પહોળાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચેકની મધ્યમાં ચતુર્મુખ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. આગળ તેને રંગમંડપ આવે છે. ત્રણ દિશામાં ચેકીયાળા છે. પાછળની બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરીઓ છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૬૭૫ માં થઈ છે. સવાસમજીને ટુંકો ઈતિહાસ વણથલી ગામમાં પ્રમાણિકતા પ્રતિષ્ઠા અને શુભ નિષ્ઠાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ, શાહુકારે બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા. એક વખત એક ઈર્ષાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “સવચંદ શેઠ પેટમાં છે, માટે તમારી મૂડી હવે પાછી મેળવી લે.” ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મૂડી પાછી માગી. તે ટાઈમે પેઢીમાં એટલી રોકડ રકમ ન હતી. વહાણે આવ્યાં હતા. ઉઘરાણી પણ જલદી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતું. જે ના કહે તે આબરુ જાય તેમ હતું. શેઠને મૂંઝવણ થઈ. ડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી હુંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુના બે ટીપાં હુંડી પર પડી ગયાં. હુંડી ગરાસદારને આપી. ગરાસદાર નામ પુછતે અમદાવાદ સેમચંદ શેઠને ત્યાં આવ્યું. શેઠ બહાર ગયા હતા. માણસેએ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હુંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શેધવા લાગ્યા, પણ ખાતું મળ્યું નહિ. આથી ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજે. ગરાસદારને શંકા પડી, લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હુંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હુંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસડાવી પણ મુનીમે કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હુંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી હુંડીના અક્ષરે પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હુંડીની રકમ ગરાસદારને આપી દીધી. થડા દિવસ પછી સેમચંદ શેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠે અતિથિ ધારી (૧૩૮),
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy