SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પીસ્તાલીશ આગમે અને કર્મ પ્રકૃતિ વગેરે, શાસ્ત્રો ૩૬૦ આરસની શિલામાં કેતરાવી ચઢેલાં છે. તેના કમ્પાઉન્ડમાં શ્રીસિદ્ધચક્રમંદિર, ગુરુ મંદિર, સ્વાધ્યાય મંદિર, નમસ્મારક મંદિર, બંગલાઓ, ઉપાશ્રય, આયંબીલખાતુ, શ્રમણપુસ્તક સંગ્રહ આવેલાં છે. આનું આખુંયે કમ્પાઉન્ડ બાંધેલું છે. વળી અહિં ટાવર પણ છે. આગમ મંદિરના સામે છે. આ. ક. એ સંગ્રહસ્થાન માટે એક સુંદર મકાન બાંધ્યું છે. ત્યાંથી પગથીયાં ચઢતાં જમણી બાજુમાં ઓટલા ઉપર એક નાની દેરી છે, ત્યાં ચાર્તુમાસ કરનાર ૯ પ્રદક્ષિણા કરે છે. પછી પગથીયાં ચઢીએ એટલે “જયંતલાટી ” આવે છે. જય તલાટી ત્યાં જયતલાટીને ખુલ્લો એટલે છે, તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે આરસની દેરી બનાવવા પૂર્વક મંડપ બાંધ્યો છે, ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે. જયતલાટીમાં વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાળ શિલા છે. તેની પૂજા થાય છે, તેની ઉપર એટલા ઉપર ઘણી દેરીએ હતી તે બધી જુની થવાથી નવી શોભાયમાન દેરીઓ કરી છે, અને તેની સં. ૨૦૩૪માં પુનઃ પ્રતિષ્ઠા કરી છે. પ્રથમ ચૈત્યવંદન અત્રે ગિરિરાજની પૂજ્યતાદર્શક ચૈત્યવંદન કરે છે. તે ચૈત્યવંદન આદિ આ પ્રકારે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે છે ૧ ૫ અનંત સિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય, પૂર્વ નવાણું રાષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પાય છે ર છે સૂરજકુંડ સહામણ, કવડ જક્ષ અભિરામ નાભિરાયા કુલમંડણે, જિનવર કરું પ્રણામ. | ૩ | તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં, એ ગિરિવરને મહિમા મોટો, કહેતા ન આવે પાર; રાયણખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે, ધન્ય છે ૧ છે (૧૦૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy