SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આગળ ચાલતા નંદા ભુવનમાં મંદિર આવે છે. તે પછી જૈન સોસાયટીમાં કાચની નકસી કામવાળું દેરાસર આવે છે. તેની પછી રસ્તા ઉપર શ્રીકેશરીયાજીનું મંદિર આવેલું છે. શ્રીકેસરીયાજી મંદિર આ મંદિર સડક ઉપર જ છે. તે આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયું છે. ભેંયરું અને બે માળ છે. ઘણું પ્રતિમાજી મહારાજ બિરાજમાન છે. ગણધરભગવંત વગેરે સ્થવિરેની પ્રતિમાઓ પણ છે. તેની પહેલી પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ માં થઈ હતી. મંદિરની બહાર બે હાથીઓ છે. આ મંદિર પછી નાળું આવે છે. (ગામથી તલાટી સુધીમાં અનેક ધર્મશાળાઓ છે. કેટલીક ધર્મશાળાઓમાં આધુનિક સગવડો પણ છે.) ત્યારબાદ “ભાથા તલાટી’ આવે છે. પહેલાં જુનું મકાન હતું, હાલમાં નવી પધ્ધતિએ નવું મકાન ભાથું વાપરવા માટે બંધાવ્યું છે. યાત્રિકે અંદર ભાથું વાપરે છે. આગળ ગંગામાને બંધાવેલો ભાથાતલાટીને મંડપ છે. તેની પશ્ચિમમાં એક બાજુએ અંદર ત્રણ ઓરડા છે, ત્યાં સાધુસાધ્વી ભાથું વાપરી શકે છે. સતીવાવ ભાથા તલાટીના મંડપની આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સુરદાસના પુત્ર લક્ષ્મીદાસે સં. ૧૬૫૭માં યાત્રાળુઓને પાણીની સવડ પડે તે માટે બંધાવી છે. તેના ચેકી– આળામાં મેતીશા શેઠ તરફથી પરબ ચાલે છે. આગળ ચાલતાં એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે, તેમાં શ્રીગેડી પાર્શ્વનાથના પગલાં છે. શ્રી વર્ધમાન જેનાગમ મંદિર જયતલાટીએ જતાં જમણી બાજુએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર આવે છે. તેમાં પાંચ મેરુ, ચાલીસ સમવસરણ છે. તે બધાની ઉપર ચૈમુખજી એટલે ૧૮૦ પ્રતિમાજી છે. દીવાલાએ આ શ્રીવર્ધમાન જૈન આગમ-મંદિર ધ્યાનસ્થ સ્વર્ગત આગોદ્ધારકશ્રીના ઉપદેશથી ભાવિક શ્રાવકોએ બંધાવ્યું છે. મદયનું મુખ્ય મંદિર દેવરાજ શેઠના પૌત્રોએ બંધાવ્યું છે. ભગવતીજી પોપટલાલ શેઠે કરાવ્યું બાકી બધું તે ભાગ્યશાળીઓના નિયત નકરાએ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ બંધાવ્યું. છે. ડાહ્યા ગણાતા અને અણસમજદાર માણસ પોતે ભુલ કરીને આગમમંદિરને સંઘવી પટલાલ ધારશીએ બંધાવ્યું લખે છે. તે તેમની ખરેખર ભુલ જ છે. (૧૦૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy