SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મૂળનાયક · શ્રીઆદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; C અષ્ટદ્રવ્યશુ પૂજા ભાવે, સમકિત મૂળ આધારા રે; ધન્ય ॥ ૨ ॥ ભાવભક્તિશું પ્રભુગુણુ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભભાવે, નરકતિય ચ ગતિવારા રે ધન્ય ॥ ૩ ॥ દૂરદેશાંતરથી હું આવ્યા, શ્રવણે સુણી ગુણુ તારા; પતિત ઉદ્ધારણ બિરુદ તુમારે, એ તીરથ જગસારા રે, ધન્ય ॥ ૪ ॥ સંવત અઢાર ત્યાસી માસ આષાઢા, વિદ આઠમ ભામવારા, પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમાં, ક્ષમારતન પ્રભુ પ્યારા રે, ધન્ય ॥ ૫ ॥ થાય શત્રુંજય મ`ડણુ ઋષભજિષ્ણુ દેં દયાળ, મરુદેવાનંદન વંદન કર્ ત્રણકાળ, એ તીરથ જાણી પૂર્વ નવાણુંવાર, આદ્દીશ્વર આવ્યા જાણી લાભ અપાર ॥ ૧ ॥ જયતલાટીથી ગિરિરાજ પર જતાં બે બાજુ પગથીયાં આવે. એક બાજુથી ખાણુના દેરાસર જવાય ને બીજી બાજુથી ગિરિરાજ પર ચઢાય. એટલે ઉપર ચઢતા ડાબી બાજુએ ગાવિંદજી ખાનાનું નવું અધાવેલું મ ંદિર આવે છે. પછી ઘનપતસિંહૈં બાબુની બનાવેલી ઘનવસહી આવે છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૯૪૯ થઇ છે. વિશાળ ટુંક છે. અંદરની ખાજુના કમ્પાઉન્ડમાં આરસના ખડા કાઉસગીયા ઉભા કરેલા છે. ( આ મંદિર અંગેના અધિકાર આગળ વિચારીશું.) તેમાં આગળ પાવાપુરીનું મંદિર છે. ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રીગૌતમસ્વામીજી, શ્રીઆદીશ્વર ભગવાનના ગિરિરાજ પર પગલાં, શ્રીઅજીતનાથ આદિના પગલાંની દેરી આવે છે. તેનાથી થાડું ચઢતાં થોડે દૂર ગુફા જેવું હંસવાહિની સરસ્વતીદેવીનું નાજુક મંદિર આવે છે. ખાણુના દેરાસરની બહાર નિકળીને સરસ્વતીની ગુફા નજીક ૫. આ. શ્રીવિજયચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ શ્રીપાર્શ્વનાથજીનું મંદિર થાય છે. * આ કાઉસગીયા કદમ્બગિરિ માટેના હતા પણ કોઇ કુદરતની વિચિત્રતાથી તે રેલ્વેમાં ખંડીત થયા. છેલ્લે બાબુના મ`દીરવાળાએ તે શોભા માટે લીધા અને દિવાલે ફીટ કર્યાં. ઉપર ઢાંકણ બનાવ્યું છે. કાઉસગીયા વિશાલ છે. શ. ૧૪ (૧૦૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy