SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, પંચમ હે મિત્ર ! સુવર્ણના જેવી સુંદર કાંતવાળી, જગતમાં સારી રીતે પ્રસિદ્ધ થયેલી, ઘણી ખુશબોદાર કેતકીના પુષ્પ ઉપર પદ્મની બ્રાંતિથી ( આ પદ્ય છે એમ માનીને) ભૂખે મરે બેઠે. (પછી પિતાને લાભ એ મળે કે) કેતકીની રજથી બેઉ આંખે આંધળો થયે, કાંટાથી પિતાની બેઉ પાંખ કપાઈ ગઈ, અને ત્યાં ક્ષણ વાર રહેવાને કે ત્યાંથી જવાને ભમર અશક્ત થયે. એટલે “લેને ગઈ પૂત એર ઈ આઈ ખસમ” જેવું થયું. ૧૪ કલ્યાણાર્થીએ કુસંગ ન કર. રિણી (૧૫ ૧૬) हिमति महिमाम्भोजे चण्डानिलत्युदयाम्बुदे, द्विरदति दयारामे क्षेमक्षमाभृति वज्रति । समिधति कुमत्यऽनौ कन्दत्यनीतिलतासु यः, किमभिलषता श्रेयः श्रेयस्सनिर्गुणसङ्गमः ॥ १५ ॥ દુને સંગ એ મહિમા રૂપી કમળને હિમ તુલ્ય છે, આબાદી રૂપી મેઘને પ્રચંડ પવન તુલ્ય છે દયા રૂપી પુષ્પના બાગને હાથી જેવું છે, કલ્યાણરૂપી પર્વતને વજ તુલ્ય છે. કુમતિ રૂપી અગ્નિને વિષે કાષ્ટ તુલ્ય છે, અને અનીતિ રૂપી વેલાને કંદ (મૂળ) તુલ્ય છે, માટે કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્ય દુષ્ટ સંગને અવશ્ય ત્યાગ કરે. ૧૫ ખલનો સંગ અતિ અનર્થકારી છે. शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गति, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । भ्रमयति मतिं मानं हन्ति क्षिणोति च जीवितं क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ॥ १६ ॥ નીચ મનુષ્યને સંગ યશને નાશ કરે છે. કલેશને જન્મ આપે છે. અમંગળ ગતિને (નાકી વગેરે ગતિને) આપે છે. જનસમાજને ઉગ કરાવે છે, મનુષ્યને જગતમાં હાસ્યપાત્ર કરાવે છે, બુદ્ધિને ભમાવી દે છે, માનને હણી નાખે છે, જીવિત ને નાશ કરે છે અને સમગ્ર એવા પુણ્યના સમૂહને ફેકી દે છે. ઈત્યાદિ સર્વ પ્રકારનું અનિષ્ટ નીચ મનુષ્યને સંગ કરે છે. ૧૬
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy