SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ ** * વિહિત (શાસ્ત્રોમાં કહેલ એવા ધર્મ વગેરે) થી અન્ય વ્યવહારમાં શોધ કરવા કરતાં દાસપણું કરવું સારૂ છે. શસ્ત્રી (જુરી) સાથે ભેટવું સારું છે. પરંતુ પરસ્ત્રીને ભેટવું સારું નથી, ઝેરનું ભક્ષણ કરવું સારું છે, પરંતુ ગુરૂદેવને છેતરવા નું કાર્ય ઉત્તમ નથી. મરણ સારું છે. પણ કલંકિ જીવન સારૂં નથી. ૭ શું શું ગ્રાહ્ય છે? અને શું શું ત્યાજ્ય છે? રિળિ (૮-૯). वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं, वरं क्लैल्यं पुंसां न च परकलत्राभिगमनम् । वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचि वरं भिज्ञाशित्वं न च परधनास्वादनमुखम् ॥ ७ ॥ ચૂપ રહેવું એ સારું છે. પણ ખોટું બોલવું એ ઠીક નથી. પરઓના સમાગમ કરતાં મનુષ્યને નપુસક પણું શ્રેષ્ઠ છે. ચાડીયાના વચન ઉપર પ્રીતિ કર્યા કરતાં પિતે મરવું એ પ્રશંસનીય છે, અને અન્યના ધનથી મેળવેલ સુખ કરતાં ભિક્ષાથી નિર્વાહ ચલાવ એ ઉત્તમ છે. ૮ અયોગ્ય આશ્રયથી બચવાના સ્થાને. वरं शून्या शाला न च खलु वरो दुष्टकृषभो, वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे, वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः ॥ ९ ।। પશુશાળા (ઢાર બાંધવાની જગ્યા) ખાલી રહે એ સારું છે પણ મારકણે બળદ તેમાં બાંધવે એ સારું નથી, વેશ્યા સ્ત્રીને પિતાની સ્ત્રી બનાવવી એ યોગ્ય છે પણ ભ્રષ્ટ થયેલી કુલીનસ્ત્રીને ધર્મપનાને હક આપ એ એગ્ય નથી, અરણ્યમાં નિવાસ કરે એ શ્રેષ્ઠ છે પણ વિવેક રહિત રાજાના શહેરમાં રહેવું શ્રેષ્ઠ નથી, પ્રાણ ત્યાગ કરવો એ સુશોભિત છે પણ દુષ્ટ માણસના આશ્રય નીચે આજીવિકા ચલાવવી એ સુશોભિત નથી. ૯ વધારે સારું શું? મનહર છંદ અતિ અપમાન કરી દયા વિના દીધું દાન, એવું દાન દીધાથી ન દીધું તેજ સારું છે; આળસ ન કીધી પણ કપટનું કીધું કામ, એવું કામ કીધાથી ન કીધું તેજ સારું છે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy