SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચએ. સુજન, સુજન દુnતા-અધિકાર. પ્રાણિની હિંસા કરવી નહિ, પરધન ચોરવું નહિ, સત્ય બોલવું, સમય આવે શક્તિ પ્રમાણે દાન કરવું, પરસ્ત્રી સાથે વાત કરવી નહિ, તૃષ્ણાને નાશ, ગુરૂજી તરફ વિનય, સવ પ્રાણિ ઉપર દયા, ઉપરના સર્વ નિયમો સર્વ શાસ્ત્રને માન્ય છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે કલ્યાણને રસ્તે આજ છે. ૩૦ સજ્જને કેને વન્દનીય નથી? नम्रत्वेनोन्नमन्तः परगुणकथनः स्वान्गुणान्ख्यापयन्तः, स्वार्थान्सम्पादयन्तो विततबहुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यवाक्षेपरूक्षाक्षरमुखरमुखान्दुर्जेनान्दुःखयन्तः, सन्तः साश्चर्यचर्या जगति बहुमता कस्य नाभ्यर्थनीयाः ॥३१॥ જેઓ બીજાને નમવાથી મોટાઈ પામેલા, બીજાના ગુખના વખાણ કરવાથી પિતે પ્રખ્યાત થયેલા, પરોપકાર વૃત્તિથી કરેલ કાર્યને લીધે સ્વાર્થને સાધનારા, (ઈશ્વરની કૃપાવાળા) મુખથી અપમાનના કઠોર અક્ષર બોલનારા મૂર્ખને જેઓ તિતિક્ષા (શાંતિ) ગુણથી દુઃખી કરનારા (મૂર્ખને લજજાળુ કરનારા) જગમાં બહુમાન પામેલા, એવા આશ્ચર્ય યુક્ત આચરણવાળા સંત પુરૂષોની ફેણ પ્રાર્થના ન કરે? (અર્થાત્ સર્વ પ્રાર્થના કરે) એ ભાવ છે. ૩૧. . કામ વિચારી કરે, ડરે નહિ તે જન ડાહ્ય, ગુણને ન ધરે ગર્વ, સર્વથી હોય સવા; વડું ન વાવે વેર, ઝેરની જીભ ન રાખે, મધુર વચનનાં મિષ્ટ, ચતુર થઈને ફળ ચાખે; વળી કળાય નહિ તે કેઈથી, પરને પામે પાર છે, દુનિયામાં તે દલપત કહે, ડાહ્યો ડહાપણદાર છે. ૩૨ सुजन दुर्जनता-अधिकार. જગતમાં વસ્તા અનેક મનુષ્યને સ્વભાવ અને વર્તન એક સરખું હોઈ શકતું , નથી, ઉપર જોયેલ ગુણવાળા સજજન પુરૂષ હોય છે, તેમ જગતમાં દુર્જને પણ છે તેના સંબન્યામાં દરેક વ્યક્તિએ જાણવું જ જોઈએ કારણકે, અનેક દુજેને કેવા હોય છે તેનું જ્ઞાન તેના રૂપ ઉપરથી થતું નથી, પરંતુ તેના ઉત્તરમાધમ ગુણ ઉપરથી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy