SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ • 18 મન એ સ્વતંત્ર છે. શરીરને રોકવા-કાબુમાં રાખવા કે કેદ કરવા ભલે સર્વ કઈ પ્રયત્ન કરે, પરંતુ મનને રોકવા કોઈ સમર્થ નથી. મનને પ્રવાહ અકળ-અસિમ અને અગાધ છે. મનની સ્થિરતા જેમાં પ્રેમ જોડે છે, તેમાંજ તે ચિરસ્થાયી લાગી રહે છે. તેને બીજી વાત, શૃંગાર કે મેહક વસ્તુ પણ તુચ્છ લાગે છે. તેમ વીરજીભાઈ તેમના પિતાદી-કૈટુંબીક આગ્રહથી ઘરે પાછા ફર્યા, પરંતુ તેમનું મન વૈરાગ્યથી પાછું ફર્યું હતું. સ્વાભાવિક કહેવાય છે કે મન | મનુષ્યામાં વિમ્ વંધ પક્ષો મન એજ મનુષ્યને બંધ (મહાદિ) અને મેક્ષ (છુટાપણા) નું કારણ છે. અને તે પ્રમાણે વરછમાઈનું મન મોક્ષ (સંસારથી છુટાપણું) ચાહતું હતું. તેથી તેઓએ ઘરે આવવા પછી -ભૂમિશયન, એકાસણુ, બ્રહ્મચર્થવૃત, સચેત ત્યાગ, એ વગેરે વિરક્ત ભાવનાના આચાર ગ્રહણ કર્યા હતા. અગર જો કે પિતાની પાસે રહી આ પ્રમાણે કરવા સામે તેમનું કુટુંબ તાત્કાલિક વાંધા લેતું હતું નહિ પણ વીરજીભ ઈનું મન હમેશને માટે બંધનમાં રહી તેમ કરવાથી કદી ખલન થવાની શંકા રાખતું હતું. વળી ગમે તેટલી છુટ છતાં સંસાર અવસ્થા અને પરિચિત મેહ તેમના ધર્મકાર્યમાં કદાચ અંતરાય લાવે તે બનવાજોગ હતું અને તેથી એક વર્ષ. માં ચાર પાંચ વખત તપસ્વી પાસે જા આવ થઈ અને અંતે ૧૫૩ ના ચેમાસા માં તપસ્વી વેરાવળ લેવાથી ત્યાં તેમની પાસે ગયા અને દીક્ષા લેવાને દઢ સંકલ્પ જણાવ્યું કે જે ખબર પુનઃ તેમના પિતાને આપતાં તેઓ ત્યાં આવી પાછા તેડી જવા કહેવા લાગ્યા. વીરજીભાઈને નિશ્ચય દઢ હતું, અને તેથી સરલતાથી માર્ગ કરવા અને બને તે પરહિત કરવાના હેતુથી તેમણે પિતાના પિતાને જવાબમાં વિનંતી કરી કહ્યું કે * પિતાજી ! ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશવા છતાં ઉજવળ આત્માઓને ધર્મ વતઃ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બ હ્યદષ્ટિથી જ્યાં સુધી ઉજવળ આત્માએ સંસારના માલિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે થનની સિદ્ધતા કવચિત દુર્લભ છે, એ નિઃસંશય છે. મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એમણે એજ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યદા જેવી રાણ, અઢળક સામ્રાજ્ય લક્ષમી, અને મહા પ્રતાપી રાજન પરિવારને સમૂહ છતાં તેના મેહને ઉતારી દઈ જ્ઞાન દર્શન ગપરાયણ થઈ એણે જે અદ્દભૂતતા દર્શાવી છે, તે અનુપમ છે. એનું એજ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્વાભિલાષીના મુખ કમળથી મહાવીર કહેવરાવે છે કે – अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए किं नाम दुध्यं तकम्मयं जेणाहं दुग्गई न गछेझा
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy