SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જય વીયરાય ૨. વનકર્મ - જંગલ ખરીદી, લાકડા વગેરે કાપી વહેંચવા. ૩. શકટીકર્મ - ગાડા વગેરે, ટુર્સ-ટ્રાવેલ્સ વગેરેનો ધંધો કરવો. ૪. ભાટી કર્મ - ભાડે બીજાના માલસામાનની ફેરાફેરી વગેરે કરવી, ટ્રાન્સપોર્ટ આદિ. ૫. ફોટી કર્મ - જમીન ખોદવી, સુરંગ ફોડવી વગેરે. સડકો બાંધવામાં આજે આ કરાય છે. દંતવાણિજ્ય - આદિવાસીઓને હાથીદાંતનું પહેલાથી મૂલ્ય આપે, તેથી તેઓ હાથીને મારે. તે દાંતના વેચાણાદિ કરવા. એમ શંખ વગેરે પણ સમજવા. લાક્ષાવાણિજ્ય - આમાં પણ ઉપર મુજબ જ સમજવું. લાક્ષા = લાલ રંગનો રસ હોય. તેમાં કૃમિ-કીડાની વિરાધના થાય છે. ૮. રસવાણિજ્ય - દારૂનું પીઠું ચલાવવું કે દારૂ વગેરેને લગતો ધંધો કરવો. ૯. કેશવાણિજ્ય - દાસી-નોકરાણી, ગુલામ વગેરેને લઈને બીજે વેચવા. આમાં પણ પરવશતા વગેરે અનેક દોષ છે.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy