SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કૌણવ સંપ્રદાય બીજામાં ગાયું છે કે રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જે, આંખલડી રાતી ને ઉજાગરા બહુ થયા.” વળી, એક ઠેકાણે ગાયું છે કે કઈ સંગે લપટાણા વાલમજી, કંઈ સંગે લપટાણું. “ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે.” ઉપરના દાખલાઓ પરથી જણાય છે કે દયારામે પિતાનાં કાવ્યો દ્વારા શૃંગારરસને કેન્દ્રમાં રાખી પ્રેમલષ્ણુ ભક્તિને મહિમા ગાય છે. આમ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર વર્તાય છે. વૈષ્ણવ ધર્મનાં તીર્થધામ: ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનાં તીર્થધામમાં બેઠકનાં સ્થળો ઉપરાંત દ્વારકા, ડાકાર, શામળાજી વગેરે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. દ્વારકા : અરબી સમુદ્રને કિનારે આવેલું દ્વારકા સૌરાષ્ટ્રનું ધપાત્ર તીર્થધામ છે. અહીં રુકિમણું મંદિર, સંગમઘાટ પરનું મંદિર, શ્રી ત્રિકમરાયનું મંદિર, માધવરાયનું મંદિર, દેવકીજીનું મંદિર, જગત મંદિર, બલદેવજીનું મંદિર, કુશેશ્વર મહાદેવ, શ્રી જાંબુવંતીછ, રાધિકાજી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી સત્યભામાજી વગેરેનાં મંદિરે, શંકરાચાર્યની ગાદી વગેરે નોંધપાત્ર સ્થળો છે. આ સર્વેમાં દ્વારકાધીશનું મંદિર મુખ્ય છે. સ્થાપત્યકીય દૃષ્ટિએ પણ તે નોંધપાત્ર છે. દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં રણછોડજીની મૂર્તિ છે. આ ચતુર્ભુજ વિષ્ણુનું ત્રિવિકમ સ્વરૂપ છે. જેમાં એમના નીચલા ડાબા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા સ્મણા હાથમાં પક્વ હોય છે. એની બે બાજુએ ત્રિવિક્રમ અને પ્રદ્યુમનનાં મંદિરો છે. હાલના પશ્ચિમાભિમુખ મંદિરનું સ્વરૂપ ઈસુની ૧૫ મી ૧૬ મી સદીની આસપાસનું છે. આ પહેલાંના મંદિરને ઈ. સ. ૧૪૭૩માં મહમૂદ બેગડાએ નાશ કર્યો હતો. હાલનું મંદિર મુઘલકાલમાં બંધાયું હોય તેમ લાગે છે. મંદિર ગર્ભગૃહ (નિજમંદિર), અંતરાલ, પ્રદક્ષિણુ પથ, સભામંડપ, મુખમંડપ (શૃંગાર ચેકી) ગુ. ૫
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy