SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ગુજરાતના ધર્મ સંપ્રદાય સાહિત્ય પર અસર : વિષ્ણુની ભક્તિની પરંપરામાં કૃષ્ણભક્તિમાં પ્રેમલક્ષણ ભક્તિને મહિમા વિશેષ છે. ગુજરાતનું સાહિત્ય કૃષ્ણભક્તિના રંગે રંગાયેલું જોવા મળે છે. નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓની કૃતિઓમાં ભારોભાર કૃષ્ણભક્તિ દેખાય છે. નરસિંહ મહેતા વિષ્ણુભક્ત હતા. તેમનાં કાવ્યોમાં કૃષ્ણની બાળલીલા વર્ણવેલ છે. નરસિંહ મહેતાએ રાસલીલાને લગતાં કાવ્ય રચ્યાં છે. તેમણે એક કાવ્યમાં કહ્યું છે કે, “અમે એવા રે, અમો એવા રે, તમો કહે છે. વળી તેવા રે, - ભક્તિ કરતાં જે ભષ્ટ કહેશે તે કરશું દામોદરની સેવા રે.” મીરાંએ પોતાના કાવ્યમાં “મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કેઈ. અને ગોવિંદ પ્રાણ અમારે રે મને જગ લાગે ખારે રે” જેવાં અનેક પદો દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા ગાયે. ભાલણે રામવિવાહ રચ્યું. ભાગવતના દશમ સ્કંધને અનુવાદ કર્યો. પ્રેમાનંદે પુરાણોમાંથી પ્રસંગે લઈને વિવિધ આખ્યાને રચ્યાં. તેમણે ઓખાહરણ, સુદામા ચરિત્ર, મામેરું વગેરે રચીને કૃષ્ણચરિત્રને મહિમા ગાયો. આ સમયે ઓખાહરણ, રુકમિણી હરણ, પ્રહલાદાખ્યાન, ધ્રુવાખ્યાન. ગજેન્દ્રમેક્ષ, રાસપંચાધ્યાયી, સુદામાખ્યાન, ગવર્ધનલીલા, દશાવતારની કથા વગેરે વૈષ્ણવ સંપ્રદાયને લગતા વિવિધ ગ્રંથ રચાયા. કવિ દયારામે શૃંગારરસનાં ભક્તિનાં પદે રચી પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય. તેઓ સખીભાવે ભગવાનને ભજતા. તેમણે રસિકવલ્લભ, પુષ્ટિ પંથ રહસ્ય, અજામિલાખ્યાન, વલ્લભાચાર્યનું જીવનવૃતાંત વગેરે રચ્યાં. તેમની ગરબીઓએ ગરવી ગુજરાતણને ઘેલી બનાવી દીધી હતી. આજે પણ દયારામની ગરબીઓ અનેક ઠેકાણે ગવાય છે. તેમણે કૃષ્ણભક્તિમાં તરબોળ થઈ એક પદમાં ગાયું છે કે ગરબે રમવાને ગેરી નિસર્યા રે લોલ” રાધિકા રંગીલી અભિરામ વ્રજવાસણ રે લોલ” તાળી લેતાં વાગે ઝાંઝર ઝૂમખાં રે લોલ, ગર જોવાને ગિરધર આવીયા રે લોલ મોહ્યા નિરખી શ્યામાનું સ્વરૂપ;..વ્રજ તાળી
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy