SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સંપ્રદાય વગેરેનું બનેલું છે. મંદિરનું શિખર ૧૦૦ ફૂટ ઊંચું છે. સભામંડપ કતરણવાળા વિશાળ સ્તંભને બનેલું છે. મંદિરના ઝરૂખા ક્રમે ક્રમે ઉપર જતાં નાના બનતા જાય છે. મંદિરને સાત ઝરૂખા છે. પ્રદક્ષિણું પથમાં પૂર્વ તથા દક્ષિણે ત્રિવિક્રમ તથા ઉત્તરે લક્ષ્મીનારાયણની યુગલ પ્રતિમાઓ આવેલી છે. મંદિરમાં અન્ય ઠેકાણે દિકપાલ, ઈન્દ્ર, ઈશાન, કુબેર, વાયુ, વરુણ, નૈઋતિ, યમ વગેરેની મૂતિઓ જોવા મળે છે. મંદિરના મુખ્ય શિખરની ચોતરફ ત્રણ ત્રણ ઊરુ થંગે છે. મંદિરને પાંચ મજલાનો મંડપ છે. મંદિરમાં પ્રવેશ માટેના દક્ષિણ દ્વારને સ્વર્ગદ્વાર કહે છે. તે ગોમતીને અડીને આવેલું છે. ઉત્તર તરફના દ્વારને મોક્ષઠાર કહે છે. એ દ્વારને મુખ્ય દરવાજે બજારમાં પડે છે. મંદિરને અડીને દેવકીજી, જાંબુવંતી, રાધિકા, સત્યભામા વગેરેનાં સ્થાનકે છે. મંદિરમાં ગાસનમાં બેઠેલ એક વિષ્ણુની ચતુર્ભુજ પ્રતિમા જોવા મળે છે. આ ઉપરાંત માધવરાય અને પ્રદ્યુમનજીનાં મંદિરે પણ નિકટમાં છે. (જુઓ ચિ. નં. ૧૧) દ્વારકાના મંદિરમાં પૂજાને અધિકાર, ગુગળી બ્રાહ્મણોના હાથમાં છે. હમેશાં હજારો યાત્રાળુઓ અહીં આવે છે. જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય ઉત્સવ ઊજવાય છે, શામળાજી: સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજી એક વૈષ્ણવ તીર્થ છે. અહીં મેશ્વો નદીના કિનારે વિષ્ણુનું એક વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર સોળમા સૈકાનું મનાય છે. અહીં ત્રિવિક્રમ સ્વરૂપના વિષ્ણુની પ્રતિમા પૂજાય છે. મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, શૃંગાર ચેકીઓથી શેભે છે. અહીંની સેવા (સેવ્ય) પ્રતિમા લગભગ ચારેક ફૂટ ઊંચી છે. ચતુર્ભુજ છે. તેના જમણું ઉપલા હાથમાં ગદા, નીચલા જમણે હાથમાં પક્વ, ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ આવેલ છે. મંદિર પૂર્વાભિમુખ છે. તેની ચારે બાજુ શૈવ અને વિષ્ણવ સંપ્રદાયોનાં શિપ શેભી રહ્યાં છે. મંદિરની બહારની દીવાલના નરથરમાં રામાયણ, ભાગવત અને મહાભારતના પ્રસંગે કંડારેલ છે. હાલમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં ખંડિત શિલ્પની જગ્યાએ નવાં શિલ્પ બેસાડયાં છે. (જુઓ. ચિ. નં. ૧૦)
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy