SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હિંદુ ધમ અને શૈવ સંપ્રદાય શિવના લિંગ પર પાણી ચઢાવે છે. ઘણા અભિષેક વગેરે દ્વારા આજિવકા પ્રાપ્ત કરે છે. સમાજમાં રુદ્રાભિષેક, મહામૃત્યુ જયના જપ, લઘુરુદ્ર વગેરેનું મહત્ત્વ વિશેષ છે. શ્રાવણુ માસમાં શૈવ સંપ્રદાયના ધણા અનુયાયીએ ઉપવાસ કરે છે. અભિષેક લઘુરુદ્ર દ્વારા શિવ સ્તવન કરે છે. અર્વાચીનકાલમાં લગભગ તમામ બ્રાહ્મણજ્ઞાતીઓ જેવી કે નાગર, ઔદીચ્ય, ભાર્ગવ, મેવાડા, રાયકવાડ, શ્રીગાડ, અનાવલમેાઢ, હરસાલા, કડેલિય, કપિલ, ખેડાવાડ, નાંદારા વગેરેના ઈષ્ટદેવ શિવ છે. બ્રાહ્મણજ્ઞાતિ ઉપરાંત ખીજી અન્ય જ્ઞાતિઓ જેવી કે સલાટ, સેાની, ચારણ, તરગાળા વગેરે શૈવ ધર્મોના અનુયાયીએ હાય છે. ધણા લેાકેા પૂજામાં પંચાયતન દેવાની પૂજા કરતા હોય છે. તેમાં શિવના સમાવેશ થયેલા જોવા મળે છે. ક્ષત્રિયામાં ઘણાં કુટુ ખા શૈવ ધમ પાળે છે. પ્રાચીનકાલમાં મૈત્રા, ચૌલુકયો, ચાહમાનવ શના રાજવીએ અર્વાચીનકાલમાં ઈડર, ડુંગરપુર, ટીટાઈ, મેઢાસણુ, સૌરાષ્ટ્રનાં રજવાડાં, વગેરે શૈવ ધર્માંનાં અનુયાયી હતાં. કેટલાંક નામે જોતાં તેના પર શૈવ ધર્મોની અસર સ્પષ્ટ વર્તાય છે. સમાજમાં ઘણાં પ્રચલિત નામેા ઉપર સૈવ ધર્માંની અસર સ્પષ્ટ જણાય છે. પ્રાચીનકાલના અનેક રાજવીએ, ધમ ગુરુએનાં નામ શિવ ઉપરથી પડેલાં છે. દા. ત., કેદારનાથ, ત્રિપુરાન્તક, રુદ્રસિંહૈં, શિવધર્યાં વગેરે. બ્રાહ્મણામાં શિવની સાથે જોડાયેલ નામ મળે છે. સામાન્ય રીતે કરુણાશંકર, ગણપતીશ ંકર, શંકરલાલ, પ્રાણશંકર, મહાશંકર, ત્રંબકલાલ, વિનાયક, ગિરજાશંકર, પાવ તીશંકર, આંબાશકર, ઉમાશંકર વગેરે નામ વ્યાપક રીતે પ્રચલિત છે. ઘણાં નામેાને અંતે શંકર, ગૌરી શબ્દ વગેરે લગાડવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ કેટલાંય શૈવ નામેા પ્રચલિત છે. દા. ત., આસુતાષ, ચંદ્રમૌલિ, હરકાન્ત, મહેશ, યોગેન્દ્ર, ગૌરી, અપર્ણા, અન્નપૂર્ણા વગેરે. ગુજરાતનાં ઘણાં સ્થળાનાં નામ શૈવ દેવદેવીઓ પરથી પડત્યાં હાય તેમ લાગે છે. દા. ત., સેામનાથ, હરસેાલ, ખાસણ, ખીલેશ્વર, ઝાડેશ્વર, થાણેશ્વર, ભવનાથ, સ્ત ંભનકપુર વગેરે. ઘણી બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજન શરૂ કરતી વખતે હરહર મહાદેવ'ના પ્રચંડ નાદ કરે છે. રજપૂતા યુદ્ધમાં “હરહર મહાદેવ”ના મહાનાદ કરી શત્રુએ ઉપર તૂટી પડતા. ઘણા બ્રાહ્મણેા પેાતાનાં વસ્ત્રો પર ૐ નમઃ શિવાય લખાવતા હાય છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy