SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સંપ્રદાય કાયાવરોહણઃ કાયાવરોહણ (કારવણું) (જિ. વડોદરા) એ તો શિવને અવતાર મનાતા ભગવાન લકુલીશનું પવિત્ર તીર્થધામ છે. ત્યાં રાજરાજેશ્વર જેવાં અનેક પ્રાચીન મેટાં શિવલિંગ આવેલાં છે, જેના અગ્રભાગ પર લકુલીશની મૂર્તિ કંડારેલી હેય છે. તાજેતરમાં ત્યાં બ્રહ્મશ્વરનું નવું મેટું ભવ્ય શિવાલય બંધાયું છે. લકુલીશ બ્રહ્માએ સ્થાપેલા આ લિંગમાં આખરે સદેહ વિલીન થઈ ગયા. આ ઉપરાંત પોરબંદર પાસેનું બિલેશ્વર, ભાણસર, ઓડદર, કચ્છનું અંજાર, ઉત્તર ગુજરાતમાં આવેલું સંડેર, સૂણુક, સાબરકાંઠાનું શામળાજી, ગોરાદનું સામેશ્વર, વિરમગામ, સેજકપુર, ઘૂમલી (નવલખા મંદિર) હરસિદ્ધમાતા, મિયાણ, ચૌલાણી, ખંડેસણુ, બાવકા (જિ. પંચમહાલ દાહોદ પાસે) વડાલી (ઈડર પાસે જિ. સાબરકાંઠા), વિસાવાડા (સૌરાષ્ટ્ર), ડભોઈ (વૈદ્યનાથ મહાદેવ જિ. વડેદરા) ભૂવડ (કચ્છ), દેસણ (ભુવનેશ્વર જિ. સાબરકાંઠા) વગેરે સ્થળોએ આવેલાં શિવાલે સ્થાનિક લેકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં શૈવસંપ્રદાયને લગતાં કેટલાંક શૈવ તીર્થો અને શિવાલય ગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દા. ત., નર્મદા કિનારે આવેલ નારેશ્વર, ચાણોદ, કરનાલી, સાબરકાંઠામાં આવેલ ભુવનેશ્વર, અંબાજી પાસે આવેલ કેટેશ્વર, અમદાવાદના અસારવામાં આવેલ નીલકંઠ મહાદેવ વગેરે. આમ, ગુજરાતમાં નાનાં મોટાં અનેક શૈવ તીર્થો આવેલાં છે. અહીંનાં શિવાલયમાં વારતહેવારે માનવ મહેરામણ ઉમટે છે. ઘણું શિવાલયોમાં ષડપચારી પૂજા થાય છે. કેટલાંક પ્રાચીન શિવાલયે અપૂજ્ય હોવાનું જણાય છે. ઘણું શિવાલયો ખંડિત હોવા છતાં તેનું મહત્વ જળવાઈ રહ્યું છે. શૈવ ધર્મની ગુજરાતના સમાજજીવન પર અસર : ગુજરાતના સમાજજીવનને અભ્યાસ કરતાં જણાય છે કે પ્રાચીનકાળથી સમાજમાં શૈવધર્મનું મહત્વ ટકી રહ્યું છે. સમાજમાં વિવિધ જ્ઞાતિઓનાં મનુષ્યનામ, સ્થળનામ, તહેવારો વગેરેમાં શૈવ ધર્મની અસર વર્તાય છે. ગુજરાતમાં બ્રાહ્મણોની વિવિધ જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. બ્રાહ્મણે વિશાળ વર્ગ શૈવ સંપ્રદાયને અનુયાયી છે. ઘણું સવારમાં નદીમાં સ્નાન કરીને
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy