SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય અવતાર મનાય છે. તેઓ લકુલીશ પહેલાં થયા. તેમને ઉલેખ પ્રભાસ પાટણના કુમારપાલના ઈ.સ. ૧૧૬૯ વિ.સં. ૧૧૨૫ના લેખમાં આ આચાર્યને ઉલ્લેખ છે. તેમણે પ્રભાસમાં સોમસિદ્ધાંતની સ્થાપના કરી હતી. તેમના ચાર શિષ્યોનાં નામ અક્ષપાદ, કણંદ, ઉલૂક અને વત્સ- હતાં. કાયાવરોહણ માહાયમાં લકુલીશના પિતામહ તરીકે સોમશર્માને ઉલ્લેખ છે. (૨) લકુલીશ : શિવના ૨૮મા અવતાર મનાય છે. કારણ માહાસ્યમાં સમશર્માને એમના પિતામહ તરીકે ઓળખાવેલ છે. પાશુપત મતના તેઓ મુખ્ય પ્રવર્તક મનાય છે. તેમને ઉલેખ પુરાણોમાં મળે છે. આ ઉપરાંત સારંગદેવના સમયની વિ.સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭)ની સિન્હા પ્રશસ્તિ નામે જાણીતી દેવપટ્ટન પ્રશસ્તિમાં લકુલીશને શિવના ૨૮મા અવતાર તરીકે આલેખ્યા છે. કારવણ માહાગ્યમાં જણાવ્યા પ્રમાણે લકુલીશના પિતાનું નામ વિઠલરૂપ અને માતાનું નામ સુદર્શન હતું. તેમનું જન્મસ્થાન કાયાવરોહણ (વડોદરા જિલ્લાનું કારવણ) હતું તેમના શિષ્યોનું નામ કૌશિક, ગાર્ગ, મિત્ર અને કુરુષ હતું. તેમના ચારે શિષ્યોના નામે ચાર શાખાઓ પ્રચલિત હતી. (૩) વચ્છકાચાર્ય : આ સંતને મૂલરાજ ૧લાના વિ.સ. ૧૦૩૦ (ઈ. સ. ૯૭૪)ના દાનપત્રમાં ઉલ્લેખ છે. તેમને મુલરાજે દાન આપેલ. , (૪) દીનાચાર્ય : મૂલરાજ ૧લાના વિ.સં. ૧૦૫૧(ઈ.સ. ૯૯૫)ના વાલેરા તામ્રપત્રમાં આ સંતને ઉલેખ છે. મૂળરાજે સત્યપુરમંડલમાં આવેલું વરણુક ગામ તેમને દાનમાં આપેલ. તેઓ કાન્યકુન્શથી આવેલા હતા. (૫) ભદ૨ક અજપાલ: ભીમદેવ પહેલાના વિસં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૩૦૩૧)ને દાનપત્રમાં આ સંતને ઉલ્લેખ છે. તેમને ભીમદેવે કચ્છનું મસૂર ગામ દાનમાં આપ્યું હતું, (૬) પ્રસર્વજ્ઞ : કુમારપાલના વિ.સં. ૧૨૦૨ (ઈ.સ. ૧૧૪૬-૪૭)ના માંગરોળ (સોરઠ)ના લેખની પ્રશસ્તિ પાશુપતાચાર્ય પ્રસર્વરે રચેલી છે. માંગરોળ પાસેના ઢેલાણું ગામ નજીકના કામનાથ મહાદેવમાં આવેલ ઓરસીયા ઉપરથી જણાય છે કે આ પાશુપતાચાર્યે માંગરોળ પાસે ભૂગ મઠની સ્થાપના કરી હશે. ભાવબૃહસ્પતિ : - ચૌલુકય રાજવી કુમારપાલના સમયના વલભીસંવત ૮૫૦ (ઈ.સ. ૧૧૬૯)ના પ્રભાસપાટણના લેખમાંથી અને ભીમદેવ ૨ જાના વેરાવળના લેખમાંથી ભાવબહતિના જીવન વિશેની વિસ્તૃત માહિતી મળે છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy