SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય એમને જન્મ વારાણસીમાં થયે હતા. તેઓ ગાગોત્રના કાન્યકુન્જ બ્રાહ્મણ હતા. તેઓ ભાવબૃહસ્પતિ નંદીશ્વરને અવતાર મનાતા. નાનપણથી તેમણે પાશુપત વત ગ્રહણ કર્યું હતું. તેમણે પાશુપત સં પ્રદાયના પ્રચાર અર્થે ભારતયાત્રા કરી હતી. તેમના પ્રભાવથી માળવાના રાજવીઓ તેમના અનુયાયીઓ બન્યા હતા. તેમણે ચૌલુકય રાજવી સિદ્ધરાજને સેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પ્રેર્યો હતો. પણ આ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં સિદ્ધરાજનું મૃત્યુ થતાં આ કાર્ય કુમારપાલે પૂર્ણ કર્યું હતું. કુમારપાલે ભાવબૃહસ્પતિને ‘ગંડ'નું બિરુદ આપેલું. તેમને તેણે સોમનાથના સર્વેશ્વર–ગંડેશ્વર બનાવ્યા હતા. ભાવબૃહસ્વતિએ સેમિનાથમાં મેરુનામે નવો પ્રાસાદ કરાવ્યું. ૫૫૫ સંતની પૂજા કરી, નગરની આસપાસ મજબૂત કેટ બંધાવ્યો હતો. તેમણે દેવના મંદિરે ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યા. નૃપશાળા,વાવ, મંદિરે વગેરે બંધાવ્યાં. અન્નક્ષેત્ર સ્થાપ્યું. ગ્રહણના દિવસોએ તે વિદ્વાનોને દાન આપતા. તેમની પત્નીનું નામ મહાદેવી હતું. તેમને અપરાદિત્ય, રત્નાદિત્ય, સોમેશ્વર અને ભાસ્કર નામે ચાર પુત્રો હતા. વેરાવળના લેખ પરથી જણાય છે કે ભાવબૃહસ્વતિ એ ઉજ્જૈનમાં પ્રવર્તતા પાખંડ મંતને શુદ્ધ કર્યો હતો. આ ઉપરાંત વિશ્વેશ્વરરાશિ, શ્રીદુર્વાસુ, વિમલ શિવમુનિ, ગંડશ્રી વીરભદ્ર, ગંડગ્રી અભયસિંહ, શ્રી ત્રિપુરાંતક, પાશુપતાચાર્ય વિઘારાશિ, કારરાશિ, ગંડબહસ્પતિ, કાર્તિક રાશિ, વાલ્મીકરાશિ, ગંડેશ્રીત્રિપુરાન્તક, વેદગર્ભ રાશિ, કેદારરાશિ, વિશ્વામિત્રરાશિ, મહેશ્વરાચાર્ય વગેરે સંત ચૌલુકયકાલમાં થયાને ઉલ્લેખ મળે છે. આ સર્વેમાં ગંડબ્રહસ્પતિ, કાર્તિક રાશિ, વેદગર્ભ રાશિ, કેદારરાશિ વગેરે ઘણું જાણીતા હતા. તેમણે શૈવધર્મના વિકાસ માટે નોંધપાત્ર ફાળો આપે છે. ગુજરાતનાં મુખ્ય શૈવ તીર્થ : ગુજરાતનાં મુખ્ય શૈવ તીર્થોની માહિતી ખાસ કરીને સ્કંદપુરાણમાંથી મળે છે. કેટલાંક તીર્થોની માહિતી જે તે તીર્થના માહાત્મયમાંથી મળે છે. સ્કંદપુરાણમાં અનેક શૈવ તીર્થોને લગતા-ઉલેખો છે, માહેશ્વરખંડમાં મહીસાગર સંગમક્ષેત્રના બ્રહ્મખંડમાં, મોઢેરાની આસપાસ ધર્મારણ્યક્ષેત્રના રેવાખંડમાં, નર્મદાકિનારે આવેલા તીર્થક્ષેત્રમાં, સ્કંદપુરાણના નાગરખંડમાં વડનગર આસપાસના
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy