SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય ગુજરાતમાં નાથ સિદ્ધોની પ્રાચીન પ્રતિમાઓ | ગુજરાતમાં વડોદરા જિલ્લામાં ડભેઈ ગામમાં ઈ.સ. ૧૨૧૨ અને ૧૨૩૮ની વચ્ચેના ગાળામાં બંધાયેલ એક ઉત્તમ કિલ્લો આવેલો છે. આ કિલ્લાને જીર્ણોદ્વારા અવારનવાર થયે છે. આ કિલ્લાના ઉત્તર તરફના મહુડી અથવા ચાંપાનેરી દરવાજાના નામે ઓળખાતા દરવાજાનાં શિલ્પો મુખ્યત્વે શૈવ દેવદેવીઓનાં છે. દરવાજાના પૂર્વ અને પશ્ચિમની દીવાલની અંદરના ભાગમાં ઉપરની બે હરોળમાં શિવ અને શૈવ દેવદેવીઓની આકૃતિઓ છે. જ્યારે નીચેની ત્રીજી હરોળમાં આ સંપ્રદાયના સાધુઓનાં ઉપસાવેલાં શિલ્પ છે. આ સાધુઓની કુલ ૧૩ પ્રતિમાઓ છે. તેમાંની લગભગ બધી જ ઓછાવત્તા પ્રમાણમાં ખંડિત થયેલી છે. દરવાજાના પશ્ચિમ તરફની દીવાલના ઉત્તર તરફના છેડાથી દક્ષિણ તરફના છેડા સુધી છ સાધુઓની પ્રતિમાઓ છે. જ્યારે પૂર્વ તરફના છેડાથી દક્ષિણ તરફના છેડા સુધી છ સાધુઓ અને એક સ્ત્રી મળી કુલ સાત પ્રતિમાઓ છે. પ્રત્યેક શિલ્પ ખૂબ ઉપસાવેલ અને અલગ અલગ શિલાપટ્ટ પર કોતરેલ છે. આ સાધુઓની વેશભૂષા નાથસિદ્ધોની વેશભૂષાને મળતી આવે છે. તેમાં મયેન્દ્રનાથ અને ગોરખનાથની પ્રતિમાઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે. આમ, અહીં તેર નાથસિદ્ધોની પ્રતિમાઓ આવેલી છે. આ સિદ્ધોનાં નામ (૧) આદિનાથ, (૨) મત્યેન્દ્રનાથ, (૩) જાલંધરનાથ, (૪) ગોરક્ષનાથ, (૫) કાનિફનાથ, (૬) કંથડનાથ, (૭) મદાનાવતી-મયણુવતી, (૮) ગાહિનીનાથ વગેરે હોવાને સંભવ છે. (જુઓ ચિત્ર નં. ૨ થી ૫) આ સર્વ શિલ્પ જોતાં જણાય છે કે ગુજરાતમાં બારમી તેરમી સદીમાં નાથસંપ્રદાય વ્યાપક રીતે વિસ્તરેલ હતા. ગુજરાતમાં મત્યેન્દ્રનાથ, ગોરખનાથ, જાલંધરનાથ વગેરે જાણીતા હતા અને તેઓ કાનફટ્ટા સંપ્રદાય સાથે સંકળાયેલ હતા. અમદાવાદમાં પંદરમા સૈકામાં એક પ્રખર ભૈરવ ઉપાસક માણેકનાથ થઈ ગયા. આ માણેકનાથના પટ્ટ શિષ્ય ગુલાબનાથ હતા. તેમના પછી અનુક્રમે સરસ્વતીનાથ, મેઘનાથજી, દેલતનાથજી, શીતલનાથજી, મંછાનાથજી, બુધનાથજી વગેરે થયા. માણેકનાથના નામ ઉપરથી અમદાવાદના માણેકકનું નામ પડયું હેવાનું મનાય છે. ગુજરાતના શૈવસંત: ગુજરાતમાં મુખ્યત્વે શૈવધર્મના કુલ ૨૩ સંત થયા મનાય છે. (૧) મશર્મા પુરાણ અનુસાર આ સમશર્મા રુદ્ર શિવના ૨૭માં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy