SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ગુજરાતના ધમ સંપ્રદાય કચ્છમાં ભૂજથી લગભગ ૪૫ કિ. મી. દૂર આવેલ ધીણોધર ગામમાં નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ મઠ કાનફટ્ટા બાવાઓનું પશ્ચિમ ભારતનું મહત્તવનું કેન્દ્ર મનાય છે. અહીં ઈ.સ. ની આઠમી સદીમાં ધોરમનાથ નામે એક મહાન તપસ્વી સંત થયા. તેમણે ધીણોધરની તળેટીમાં મઠની સ્થાપના કરી. આજે પણ કરછમાં નાથસંપ્રદાયની મોટી જાગીર છે. જાગીરને વહીવટ સ્વતંત્ર રીતે ચાલે છે. એના મહંત પીર તરીકે પૂજાય છે. જાગીરના કામકાજ માટે દરેક ગામે જાગીરને થાણાદાર, કારભારી અને હવાલદાર નિમાતા. આ જાગીરની માલિકીનાં ભીમસર, ઉલટ, બંગીઆ નાના, મોટા ધાવડા, મેરીયા, સુખસાણ, સાંગનારા વગેરે ગામો હતાં. આ બધાં ગામોની વાર્ષિક ઉપજ લગભગ ૮૦ હજાર કેરી જેટલી થતી. આ આવકમાંથી અહીં સદાવ્રત ચાલતું. શાળાઓ ચાલતી જાગીરનાં પશુઓનું રક્ષણ થતું. હાલમાં આ જાગીરને વહીવટ સરકારી કાયદા અનુસાર ટ્રસ્ટીઓ મારફતે ચાલે છે. અહીં ધોરમનાથનું એક મંદિર છે. ધીણોધરની તળેટીમાં આવેલ સ્થળ “થાન” તરીકે ઓળખાય છે. અહીં પીર અથવા અન્ય સાધૂઓ રહે છે. ધરમનાથના મંદિરમાં ધોરમનાથની વિશાળ મૂર્તિ આવેલી છે. તેના એક હાથમાં માળા અને બીજા હાથમાં ભસ્મને ગોળ છે. અહીં બીજાં કેટલાંક શિવાલય છે. ધરમનાથની શાખામાં ધરમનાથ, શરણનાથ, ગરીબનાથ, પંથનાથ, ભીખારીનાથ ૧ લા, ભીખારીનાથ ૨ જા વગેરે સંત થયા. આ શાખાના બાવાઓ “કાનફટ્ટા” તરીકે ઓળખાય છે. કાનફટ્ટા સંપ્રદાયને પાશુપત સંપ્રદાયને ફાંટો માનવામાં આવે છે. આ પંથના ઉપાસ્યદેવ ભૈરવ છે. આ પંથના બાવાઓની કાન ચીરવાની ક્રિયા અત્યંત ધૃણાજનક છે. ભૈરવની મૂર્તિ સમક્ષ ચેલાના કાનમાં તીર્ણ હથિયાર વેંચી કાન ચર્યા પછી એમાંથી લોહી બંધ થાય ત્યાં સુધી તેના માથા પર પાણી રેડવામાં આવે છે. લોહી બંધ થતાં સુધી તે કાન ચીરાવનાર વ્યક્તિ લગભગ બેભાન થઈ જાય છે, ત્યાર પછી કાને લીમડાનું તેલ ચોપડવામાં આવે છે. ચાલીસ દિવસ સુધી તેને એકાંતમાં રાખવામાં આવે છે. કહેવાય છે કે આ ચાલીસ દિવસ દરમ્યાન આ સંપ્રદાયના સાધુ બનનાર શિષ્યને એક વખત ધરમનાથનાં દર્શન થાય છે. આ સિવાય આ પંથમાં કાપાલિક સંપ્રદાય જેવી બીજી કઈ ધૃણાસ્પદ ક્રિયાઓ નથી. આ પંથમાં કેગના અભ્યાસને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ પંથના બીજા નાના સ્વરૂપના મઠે કચ્છમાં કંથકેટ, કેટેશ્વર, અંજાર વગેરે સ્થળે આવેલા છે. આ પંથના યોગીઓ કુંડલ, કિંગદરી, મેખલા, શગી, ધંધારી, રુદ્રાક્ષ, અધનરી, કંથા, દંડ, ખપ્પર, ભસ્મ, ત્રિપુંડ વગેરે ધારણ કરે છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy