SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય વિનંતી કરી હતી. તેને તેમણે અસ્વીકાર કરતાં એ જગાએ તેમના શિષ્ય વયજલ. દેવને સ્થાપવામાં આવ્યા હતા. આ સિદ્ધ ગોરખનાથના સમકાલીન હોવાથી તેમના શિષ્ય હોવાનું મનાય છે. તેમને સમય દસમી સદીને મધ્યભાગ મનાય છે. એક માન્યતા એવી પ્રચલિત છે કે ગોરખનાથ સૌરાષ્ટ્રમાં ગોરખમઢીમાં વસ્યા હતા. ગિરનારની સૌથી ઊંચી ટૂક ગોરખનાથની ટૂંક તરીકે ઓળખાય છે. અણહિલપુર પાટણની પશ્ચિમે આવેલ વાઘેલમાં નાથ સંપ્રદાયને એક મઠ હતો. વાઘેલમાં વર્તમાન સમયમાં નાથ સંપ્રદાયને એક મઠ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોડાસા પ્રાચીનકાલમાં નાથસંપ્રદાયનું કેન્દ્ર હોવાનું જણાય છે. અહીં આવેલ રામનાથ, ગેબીનાથ, દેવરાજ વગેરે દેવસ્થાને સીધી રીતે જ નાથસંપ્રદાયની સાથે સંકળાયેલા હોય તેમ જણાય છે. ફહર અને જૂના કાપાલિક સંપ્રદાય સાથે સાંકળે છે. પણ તેને કઈ પ્રત્યક્ષ પુરાવો મળતું નથી. રામનાથમાં સ્વયંભૂ બાણ અને કેટલાક પ્રાચીન અવશેષો નજરે પડે છે. આ જગ્યાએથી ગોરખનાથની એક પ્રતિમા મળી આવી છે. તેની બાજુમાં કેટલીક સમાધિઓ આવેલી છે. આ જગા ભૂતકાળમાં “રાજેશ્વરમઠ” તરીકે ઓળખાતી. મંદિરની જમણી બાજુએ રતનગિરિ નામના સાધુની સમાધિ છે. આજુબાજુના લેકમાં આ સાધુ વિશે એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે તેઓ કકળતું શીશુ પી શકતા, ભૈરવના ઉપાસક હતા. પણ આના વિષે કઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. - મોડાસાની પૂર્વ દિશાએ થોડેક દૂર સાયરા જવાના રસ્તે માજુમ નદીના કિનારે ગેબીનાથ નામે એક શિવાલય આવેલ છે. અહીં પ્રાચીન સમયમાં નાથસંપ્રદાયના સાધુઓ રહેતા હતા એમ કહેવાય છે. આજે મંદિરની નજીકમાં આવેલ એક ઘુમટ ને નાથ સંપ્રદાયના સ્થાન તરીકે ઓળખાવાય છે. રામનાથની બાજુમાં ટેકરી ઉપર આવેલ એક દેવસ્થાનને દેવરાજ તરીકે ઓળખવામાં આવેલ છે, અનુશ્રુતી પ્રમાણે જાણવા મળે છે કે નાથસંપ્રદાયના મસ્ટેન્દ્રનાથ અને ગોરખનાથ બદ્રિકાશી જતાં આ સ્થળે રોકાયા હતા. આ દેવરાજ , નામ દેવાયત પંડિતના નામ ઉપરથી પડયું હોવાનું મનાય છે. આ જગ્યાએ નાથ પરંપરાને આગળ ચલાવનાર ગેબીનાથ, ગહરીનાથ કે ગેબીનંદનનો જન્મ થયે હેવાનું મનાય છે. આ ગહરીનાથ દ્વારા મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના ભાઈ નિવૃત્તિનાથે જ્ઞાન પ્રાપ્ત કરી દીક્ષા લીધી હતી. નિવૃત્તિનાથ શંકરને અવતાર મનાતા.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy