SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ યહૂદી ધર્મ યહૂદી પ્રજા સેમેટિક જાતીની છે. તેઓ પશુપાલન અર્થે જુદા જુદા પ્રદેશોમાં ફરતા રહેતા. ઇ.સ. પૂ. ૨૦૦૦ના અરસામાં આ પ્રજાએ ભૂમધ્ય સમુદ્રની પૂર્વે જેડન નદીની પેલે પાર અબ્રાહમ નામના અગ્રણીને માર્ગદર્શન હેઠળ વસવાટ કર્યો. અહીં તેઓ હિબ્રુ પ્રજા તરીકે ઓળખાવા લાગ્યા. પરંતુ ઈ.સ. પૂર્વે બારમા સૈકામાં પયગંબર મોઝીઝ ઈજિપ્તમાંથી નાસી આવીને પેલેસ્ટાઈનમાં વસ્યા ત્યારથી પેલેસ્ટાઈન તેઓની માતૃભૂમિ બન્યું. આ પ્રજાને ધર્મ યહૂદી ધર્મ તરીકે ઓળખાય છે. ધર્મને નામે તેમને વખતોવખત માતૃભૂમિને ત્યાગ કરવો પડ્યો હોવાથી, આ પ્રજા સમગ્ર જગતમાં છૂટીછવાઈ પથરાયેલી છે. તેથી યહૂદી ધર્મ હાલમાં ક્યા વિસ્તારમાં સવિશેષ પ્રચલિત છે તે કહી શકાતું નથી. હાલમાં ઈ. સ. ૧૯૭૩થી ઈઝરાયેલ યહૂદી પ્રજાનું મુખ્ય મથક બન્યું છે. જગતના વિદ્યમાન ધર્મોમાં યહૂદી ધર્મ ઘણે પ્રાચીન છે. તેને મુખ્ય દેવ “યહોવાહ' નામથી ઓળખાય છે. આ ધર્મના શાસ્ત્રોના વીસ ગ્રંથ છે. તે સર્વ હિબ્રુ ભાષામાં લખાયેલ છે. જૂને કરાર એ આ ધર્મને મહત્વને ગ્રંથ મનાય છે. યહૂદી ધર્મના મુખ્ય દેવ યહોવાહના નામે જાણીતા છે. આ દેવનું મુખ્ય સ્થાન સિનાઈ પર્વત (ઈજિપ્ત પાસે) હોવાનું મનાય છે. યહૂદીઓની માન્યતા પ્રમાણે આ દેવ વાદળો અને વીજળીના કડાકાઓમાંથી ઉત્પન્ન થાય છે. આથી તે કોઈ આકાશદેવ હેવાનું અનુમાની શકાય. તે ફળદ્રુપતાના દેવતા તરીકે પૂજાય છે. યુદ્ધમાં તે લશ્કરની આગળ ચાલે છે એમ મનાય છે. આ દેવે પયગંબર મોઝીઝને દસ આજ્ઞાઓ આપી હોવાનું કહેવાય છે. આ દસ આજ્ઞાઓ દ્વારા મેઝીઝે લોકોને સામાજિક અન્યાયોમાંથી છોડાવી ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુ બનાવ્યા. યહૂદી ધર્મના પ્રર્વતકેએ એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેમણે ઉપદેશ આપ્યો કે, સમગ્ર વિશ્વને દેવ એક છે. દસ આજ્ઞાઓ દ્વારા વિવિધ દેવોની પૂજા, ખૂનામરકી, વ્યભિચાર, મૂર્તિપૂજા વગેરેને સમાજમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દસ આજ્ઞાઓ દ્વારા યહોવાહે જણુવ્યું કે “હું જ તારે પ્રભુ છું. આ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy