SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ યહૂદી ધામ દ્વારા એકેશ્વરવાદને પ્રચાર થયે. યહૂદીઓએ બાઈબલમાં ભગવાનને માનવી અને પશુના રક્ષક તરીકે સંબોધ્યા છે. અહીં માનવી માનવી વચ્ચેના વ્યવહારના નિયમો નકકી કરવામાં આવ્યા છે. આ યુદી પ્રજાનું ભારતમાં ક્યારે આગમન થયું, તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઈ. સ. પૂ. ૭૨૨માં એસેરિયાના ત્રાસથી બચવા પેલેસ્ટાઈન છોડીને કેટલાક યહૂદીઓ ભારત આવ્યા તેમ મનાય છે. બીજી એક માન્યતા એવી છે કે ઈ.સ.પૂ. ૫૮૭માં ખાલ્ડીયનના રાજા નેબુશદરે ઝારના ત્રાસથી બચવા કેટલાક યહૂદીઓ ભારતમાં આવ્યા, તો કેટલાક માને છે કે ઈ. સ. ૭૦માં રેમન સમ્રાટ નીચેના સેનાપતિએ જેરુસલેમ જીતી લેતાં ઘણું યહૂદીઓ ભારતમાં આવ્યા. આ ઉપરાંત બીજી પણ એવી અનુશ્રુતિ છે કે ઈ. સ. પૂ. ૧૭૫માં ઈજિપ્તના ગ્રીક રાજવી એન્ટીઓકસે ઈઝરાયેલ જીતતાં યહૂદીઓ વેપાર માટે પશ્ચિમ ભારતના કંકણ કિનારાના થેલ બંદરે ઊતર્યા. ભારતમાં યદીઓ બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરાલામાં વસ્યું, તે મલયાલમ ભાષા બોલવા લાગ્યું. બીજુ મહારાષ્ટ્રમાં વસ્યું, તે મરાઠી ભાષા બોલવા લાગ્યું. આમ, આ પ્રજા ૨૦૦ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના કેલાબા જિલ્લાના નવગાંવમાં વેપાર અર્થે આવીને વસી, બ્રિટિશકાળ દરમ્યાન ઘણું યદીઓ લશ્કરમાં જોડાયેલા. ઘણું રેલવેમાં કે અન્ય સરકારી નોકરીમાં જોડાયેલા. ભારતમાં ક્યારે પણ યહૂદીઓની વસ્તી ૩૦૦૦ કરતાં વધી નથી અને ૭૦૦૦ કરતા ઓછી થઈ નથી. ગુજરાતમાં યહૂદીઓઃ ' લગભગ એગણીસમી સદીની શરૂઆતમાં યહૂદીઓ ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે. સૂરતમાં સ્થપાયેલ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કેડીમાં ઘણું યદીઓ કામ કરતા હોવાનું અનુમાન સૂરતના જૂના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યદીઓની કબરે ઉપરથી થઈ શકે છે. સૂરતમાં પ્રાર્થનાલય હતું. હાલમાં તેના કઈ અવશેષ જોવા મળતા નથી. સૂરતના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યાદી કબરોના લેખો હિબ્રુ ભાષામાં લખાયેલ છે. મહારાષ્ટ્રમાં વસેલી બેન-ઈઝરાએલ કેમના માણસો ગુજરાતમાં ૧૯મી સદીમાં આવેલા તેઓમાંના ઘણા મુંબઈ ઈલાકાની લશ્કરની ટુકડીઓમાં જોડાયેલ હતા. અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબ્રસ્તાન આવેલું છે. વડોદરા શહેરમાં બહારના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈઝરાઈલ કામનું એક કબ્રસ્તાન આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી લગભગ ૨.૫ કિ.મી.ના અંતરે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy