SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શીખ ધર્મ આ લેખ દ્વારા જાણવા મળે છે કે ગુરુદ્વારા પ્રેમસભા અકાલીદલ તથા ગુરુનાનક ખાલસા સ્કૂલ સરસપુરની શિલારોપણ વિધિ સંતશ્રી ૧૦૮ પંડિત નેહમલસિંધજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૧૭ના પિષ માસની ૧૩ અને ઈ.સ. ૧૯૭૦, ડિસેમ્બરની ર૭ મી તારીખ ને રવિવારે કરવામાં આવી હતી. લેખમાંથી દાનની રકમ અને દાતાઓનાં નામ મળે છે. મણિનગર પાસે પુનિત આશ્રમ નજિક ગોળલીમડા વિસ્તારમાં આવેલા ગુરુદ્વારમાંથી મળેલા લેખ ગુરુનાનકના દરબારની અંદરની એક પાલખીની પાછળની બાજુએ કતરેલા છે. આ લેખ પરથી જાણવા મળે છે કે શ્રીમતી લક્ષ્મીબાઈ ભેજરાજમલે પોતાના પતિની યાદમાં પાલખી અને આરસના મંચના સુશોભન માટે દાન આપ્યું હતું, આ ત્રસ્ય લેખો પરથી જણાય છે કે ગુજરાતમાં શીખ ધર્મને પ્રસાર આ સદીમાં જ થયેલો છે. લગભગ ૫૦ વર્ષ પહેલાં આ ગુરુદ્વાર અસ્તિ ત્વમાં આવેલ છે. તેમાં શીખ ધર્મના અનુયાયીઓ ભક્તિભાવે જાય છે. ત્યાં ચર્થ સાહેબ પૂજન, અર્ચન વગેરે થાય છે. કથા-વાર્તા સંભળાવવામાં આવે છે. અહીં ગ્રંથ સાહેબની પૂજા વૈષ્ણવ મંદિરને અનુરૂપ થાય છે. વારતહેવારે ભજને થાય છે. પ્રસાદ વહેંચાય છે. અહીં પણ દાનને મહિમા વર્તાય છે. ગુરુદ્વારાના નિભાવ અર્થે દાન આપવામાં આવે છે. ગુરુદ્વારાનું સંચાલન શીખોની બનેલી જુદી જુદી કમિટિઓ દ્વારા થાય છે. અહીંનાં લખાણોમાં ગુરુમુખી લિપિને ઉપયોગ થયેલ જોવા મળે છે. ઉત્સવોમાં નાનક જયંતી અને ગુરૂગોવિંદસિંહ જયંતીને ઉત્સવ બહુ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. નાનક જયંતીને ઉત્સવ કાર્તિક સુદ પુનમ અને જેઠ સુદ સાતમના રોજ ઊજવાય છે. આ દિવસેએ એ ગુરુદ્વારામાં અખંડ પાઠ થાય છે. હથિયારોનું પૂજન કરે છે. ગરીબોને ભોજન અપાય છે. સંદર્ભ ગ્રંથ (૧) ડે. હ. ગં. શાસ્ત્રી અને અમદાવાદના ગુરુદ્વારના શિલાલેખ, . ભારતીબેન શેલત બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૮૧. (૨) દલપતસિંહ પઢિયાર “ગુરુનાનક'-ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧ (૩) ડો. ચીનુભાઈ નાયક અને . --- જગતના ધર્મોની વિકાસ રેખા. ડો. પનુભાઈ ભટ્ટ અમદાવાદ. ૧૯૬૪.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy