SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ગુજરાતના ધમ સંપ્રદાય પ્રસૂતાને અડકનાર સ્નાન કરીને અન્ય કાર્ય કરે છે. નામકરણ વિધિ આનંદથી ઊજવાય છે. જેમ બ્રાહ્મણોમાં ઉપનયન સંસ્કારનું મહત્ત્વ છે, તેમ આ ધર્મમાં “કસ્તી”. નું મહત્વ છે. કસ્તી દેવાના વિધિને “નવત” કહેવામાં આવે છે. આ વિધિ બાદ બાળક પારસી બને છે એમ મનાય છે. અહીં સ્ત્રી-પુરુષ બંનેને કસ્તી ધારણું કરવાનો અધિકાર છે. જેમાં બ્રાહ્મણો ખભે જઈ પહેરે છે તેમ પારસીઓ કેડે કસ્તી બાંધે છે. કસ્તી સફેદ ઘેટાના ઊનને હાથે કાંતીને તિર તાર ગૂંથીને બનાવવામાં આવે છે. કસ્તીના બે છેડા માનવીને સ્વર્ગ અને પૃથ્વીની સાથે જોડનાર મનાય છે. કેડે ત્રણ આંટા મારી કસ્તી બાંધવામાં આવે છે. આ ત્રણ આંટા મનસ્બી, ગયગ્ની, કુનબ્બી (સુવિચાર, સુવાણું, અને સુકર્મ)ના પ્રતીક છે. કસ્તી ધારણ કરનાર સફેદ સદરે ધારણ કરે છે. બ્રાહ્મણોમાં યજ્ઞાપવિત આપતી વખતે જેમ બાળકને મેખલા અને કૌપીન ધારણ કરાવવામાં આવે છે તેમ અહીં સફેદ સદરે પહેરાવવામાં આવે છે. લગ્નો માતાપિતાની સંમતિથી ગોઠવાય છે. સગાઈ નકકી થયા પછી વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી દાગીનાની આપલે વિધિ થાય છે. કન્યાપક્ષના માણસો જ્યારે સગાઈ માટે આવે ત્યારે તેમને ફૂલ કે ચોખાથી વધાવવામાં આવે છે. કન્યાપક્ષ તરફથી હાર પહેરાવીને વીંટી આપવામાં આવે છે. લગ્નના દિવસે પીઠી ચળવી, કન્યાદાન, કન્યા વિદાય વગેરે વિધિ હિંદુઓ જેવી હોય છે. છૂટાછેડા માટે આપણુ જ્ઞાતિ પંચ જેવી અદાલતે હેાય છે. અદાલતને પ્રતીતિ થાય કે પતિ-પત્ની ત્રણ વર્ષથી એકબીજાને મળ્યા નથી તો તેમને છૂટાછેડાની છૂટ આપે છે. છૂટાછેડાથી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે એવી ખોટી માન્યતા અહીં પ્રચલિત નથી. અહીં વિધવા લગ્ન સહજ રીતે થાય છે. આંતરજાતીય લગ્ન તરફ પારસીઓ ઘણી જ નફરત ધરાવે છે. છતાં આવું લગ્ન કરનારને કેઈ અટકાવતું નથી. અન્ય જાતિઓની વ્યક્તિઓ આ સમાજના અન્ય તહેવારોમાં ભાગ લઈ શકે છે, પણ તેને પારસી અગિયારીમાં પ્રવેશ મળતું નથી. પારસી પંચાયતોના ધર્માદા ફંડને લાભ મળતો નથી. માનવીના મૃત્યુ સમયે દીવો પ્રગટાવવામાં આવે છે એ પછી સુખડ કે લેબાનને ધૂપ કરવામાં આવે છે. મોબેદને પ્રાર્થના માટે લાવવામાં આવે છે. મરનાર અહૂરમઝદ્દની કૃપા પામે એવી પ્રાર્થના કરવામાં આવે છે. મરનારના શરીરને જીવ હોય ત્યારે ભીના વસ્ત્રથી સાફ કરવામાં આવે છે. મૃત્યુ બાદ મૃતદેહને પાણી અડાડવું, તેને પાપ માનવામાં આવે છે. ત્યાર પછી મરનારને નીચે ઉતારી,
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy