SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચાસ્તી ધ ૧૩૧ અનેક પારસીએ “ગાથાના દિવસે”માં આ ગ્રંથનું પારાયણ કરે છે. વર્ષોંના છેલ્લા પાંચ દિવસેા ગાથાના દિવસેા તરીકે જાણીતા છે. તેમાંના દરેક દિવસ માટે ગાથાનું સંકલન થયું છે. આ ધર્માંમાં સ્વચ્છતા, દાન અને ગાયનું વિશેષ મહત્ત્વ છે. તહેવારના દિવસેામાં ગરીખાતે અન્ન અને વસ્ત્રદાન કરવામાં તેએ પુણ્ય માને છે. કેટલાક અગિયારીમાં વાસણાનુ દાન આપે છે. પારસીઓ મૂર્તિ પૂજક ન હેાવાથી એમની અગિયારીએ ધણી સાદી હોય છે. અગિયારી (અગ્ન+આગારિકા) એટલે પવિત્ર (અગ્નિ) આતશ રાખવાનું સ્થાનજરથાસ્તી ધર્મમાં અગ્નિને પાપ સામે લડનાર દૈવ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેએ અગ્નિની પવિત્રતા ખૂબ જાળવે છે તેએ અગિયારીના અગ્નિને કાઈ અપવિત્ર કરી ન જાય તેની ખાસ કાળજી રાખે છે. અહીં ધર્મગુરુને “મેખેદ” તરીકે ઓળખવામાં આવે છે. જરથેાસ્તીએ દરેક ધાર્મિક વિધિ મેાભેદ મારફતે કરાવે છે. મેાખેદ વધારે પવિત્ર કાર્યો કરીને દસ્તૂર બને છે. C જરથાસ્તીએ ગાયને પવિત્ર માને છે. તેમાં સંપૂર્ણ સફેદ આખલાનુ વિશેષ મહત્ત્વ છે. દરેક ઘરમાં ગૌમૂત્ર સાચવવામાં આવે છે. તેએ રાજ સવારે ઊડીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોએ લગાડે છે. ગૌમૂત્ર લગાડતી વખતે “શિકસ્ત શિકસ્ત સેતાન' (સેતાન હું તનેય રાજ્ય આપુ છુ) એમ મેાલે છે. જમીનને સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છેડખાંધ કરી રાત્રે આવેલા ખરાબ વિચારા માટે પસ્તાવા કરીને તેવાં આસુરી તત્ત્વા સામે ઝઝુમવાની તાકાત આપવા પ્રાના કરે છે. આ પછી ધર્માંચુસ્ત પારસીએ પેાતાની અન્ય દૈનિક ક્રિયાઓ કરે છે. આ ધર્મમાં દરેક દિવસ કઈને કઈ દૈવ સાથે સંકળાયેલ છે તેથી શુભકા માટે મુ જોવાનુ` કેાઈ મહત્ત્વ અહીં નથી. જરથેાસ્તીએ સ્પષ્ટપણે માને છે કે ધર્મ માનવીના કલ્યાણ માટે હેવા જોઈએ. આથી આ ધમ માં સારાં કર્મીનું મહત્ત્વ વિશેષ છે. અપરિણીત રહેવું, તેને તેએ પાપ માને છે. સંન્યાસીની માફક એકલા જ મેાક્ષના અધિકારી બનવું, તેના કરતાં સમગ્ર માનવજાતને મેાક્ષની અધિકારીણી બનાવવા પ્રયત્નશીલ બનવું તેને વધારે મહત્ત્વનું માને છે. સામાજિક રિતરિવાજો : અહીં સમાજમાં દીકરા–દીકરીનુ સરખુ મહત્ત્વ હોવાથી બાળકના જન્મ આનદદાયક મનાય છે. નવજાત બાળકની આભડછેટ રાખવામાં આવે છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy