SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જરાસ્તા ધર્મ ૧૩૭ ઉત્તર બાજુએ માથું રાખી સુવાડવામાં આવે છે. ત્યાર પછી તેના પર ગૌમૂત્ર છાંટવામાં આવે છે. પછી નવાં વસ્ત્ર ધારણ કરાવી શબવાહિનીમાં મૂકીને દેખમામાં લઈ જવામાં આવે છે. પારસી અગ્નિ, પૃથ્વી અને પાણીને પવિત્ર માને છે તેથી શબને બાળતા, દાટતા કે પાણીમાં પધરાવતા નથી, પણ મરનારના શબને દખમામાં મૂકી પક્ષીઓને હવાલે કરે છે. જરથોસ્તી ધર્મનો ગુજરાતમાં પ્રસાર: અનુ-મૈત્રક કાળ દરમિયાન સંજાણમાં સ્થિર થયેલા જરસ્તીઓએ ધીરે ધીરે ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ૧૮મી-૧૧મી સદીમાં મુંબઈ પાસેથી કહેરી ગુફાઓમાં જરથોસ્તીઓનાં નામ કોતરાયેલાં જોવા મળે છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતમાં અગ્નિ પૂજકોની વસ્તી હતી. અંકલેશ્વરમાં પારસીઓના ધર્મગ્રંથ વિસ્પરદની નકલ કરવામાં આવી હતી. એ પરથી જાણવા મળે છે કે, ૧૩મા સૈકામાં અંકલેશ્વરમાં પારસીઓ વસતા હતા. ઈ. સ. ૧૩૦૯માં શેઠ પેસ્તનજીએ ભરૂચમાં દેખમું બંધાવ્યું હતું. ચૌદમા સૈકામાં આવેલ ઈટાલિયન મુસાફિર એડરિક નોંધે છે કે, થાણું અને ચેકલ-ચલના પરગણામાં પારસીઓ શબને ખેતરમાં ખુલ્લા મુકીને પક્ષીઓની મદદ વડે એને નિકાલ કરાવતા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે થાણું અને ચેઉલના પ્રદેશમાં પારસીઓ વસતા હતા. સમય જતાં થાણામાં વસતા પારસીઓ ઉપર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું દબાણ આવતાં તેઓ યુક્તિપૂર્વક થાણાની બહાર નીકળી ગયા હતા. ચૌદમા સૈકામાં ધીરે ધીરે સંજાણમાં પારસીઓની વસ્તી વધતાં તેઓ બીજે સ્થળે વસવા લાગ્યા. ધાર્મિક વિધિઓ કરાવવા માટે ધર્મગુરુઓ પણ સાથે ગયા. આ સમયે ધર્મગુરુઓ વચ્ચે મતભેદ ન પડે તે માટે સંખ્યાને ધ્યાનમાં રાખી પારસીઓના સંજાણ, ગોદાવરી, ભરૂચ અને ખંભાત એમ પાંચ પંથક નક્કી કરવામાં આવ્યા હતા. આ બધે વખત પારસીઓનું મુખ્ય મથક સંજાણ રહ્યું હતું, પણ સંજાણ ઉપર મુસ્લિમોનું આક્રમણ થતાં તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડી. પવિત્ર આતશને નવસારી લાવવામાં આવ્યો. આ પવિત્ર આતશ ક્યારે નવસારીમાં આવ્યું તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે, પણ શ્રી કરાકાના મત મુજબ આ પવિત્ર આતશ ઈ. સ. ૧૪૧૯માં નવસારીમાં લાવવામાં આવ્યા, હોય તેમ જણાય છે. આ પછી પારસીઓ લગભગ સો વર્ષ બાદ પોતાની ધાર્મિક સ્વતંત્રતા સ્થિર કરી શક્યા. નવસારીમાં આવ્યા બાદ પારસીઓએ સારી એવી પ્રગતિ સાધી.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy