SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન જાય તે પણ તે કામ છેડવું નથી, ત્રસની દયા પણ ત્યાં રહેતી નથી.” અગ્નિ સળગાવ્યા વગર મારે ચાલે નહીં, પચ્ચકખાણ તે એવું જોઈએ કે ચાલી શકે. કેઈ મારવા આવે તે મારાથી સડન થાય તેમ નથી. અપરાધી ન હોય તો ન મારૂં, પણ મારી દુનિયાની સ્થિતિ અખંડિત રહેવી જોઈએ, મારા મનના આશયે પણ અખંડિત રહેવા જોઈએ. એ બધી મારે છૂટ, તેનાં પચ્ચકખાણ નહીં, અપરાધીને મારવાના પચ્ચકખાણ નહીં કરીશ, જેમાં હું ટકી શકું એવાં મારે પચ્ચકખાણ કરવાં છે. કહો, કેટલી અગવડતા જોઈએ છે? જેમ શરીરને આમવાયુ હેરાન કરે છે, તેમ આ આત્માને પણ આમવાયુ થાય છે, ત્યારે નિરપક્ષનાં પચ્ચકખાણ અને સાપેક્ષની છૂટ રાખવી છે. “નિરપરાધીને જાણી જોઈને મારવાનો પ્રસંગ આવે તે ન મારૂં,” સગવડતાની કેટલી સીડીઓ ગોઠવી? આવી રીતે ધર્મના રસ્તે ચડવાનું પરમ ધ્યેય કયું? - દુનિયા જાળવીને ધર્મ કરે તે દુનિયાદારીએ પ્રથમ ધ્યેય થયું. બીજા અણુવ્રતમાં જૂઠને પાપ માનવું છે. એક પણ જૂઠ નાનું કે મેટું પાપ વગરનું નથી એમ માનવું છે. સમ્યક્ત્વ થયું એટલે માનવું તે બરાબર પડશે. અંતઃકરણથી પાપ માન્યું છતાં મારે જૂઠ વગર ચાલે કેમ ? એ વારંવાર લક્ષ્ય દેવાય શી રીતે ? મોટા પાપના કારણ જૂઠ તેને છોડીએ, નાના જૂઠની છૂટી એટલે શું થાય ? સગવડ પ્રમાણે ધર્મ કરવાને, ચોરી, જૂઠ, બ્રહ્મચર્ય પરિગ્રહના પચ્ચક્ખાણમાં પિતાની સગવડ કરી લીધી; સર્વથા જૂઠ ન છોડાય માટે મોટાં જૂઠ પણ કાં ન છોડે? પાપ ભરૂતા જાગી નથી. પરણેલી સ્ત્રીને અંગે પાપ નથી માનતા? માનો છો, પણ સગવડ પૂરતી જ. પરણેલી ત્યાગ કરવી છે. લેપાયા એટલા લેપાયા, પણ હવે અધિક ન લેપાઈએ. જેને બારબાર કોડ નૈયા હતા, તેઓએ છ ક્રોડ ઉપર કોડી રાખવી નહીં. આવા પ્રકારનાં પચ્ચખાણ કર્યા, નવું ઉપાર્જન ન કરવું. બાકીની બધી રિદ્ધિ સિરાવી દીધી. કેટલાક મહાનુભાવ શ્રાવકે કહે છે કે “ખેતર રાખે તેમાં અડચણ શી? આણંદ શ્રાવકને કેટલી બધી જમીન હતી? એ જમીન જે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy