SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિદર્શનઃ પ્રકૃતિનો માનવ જીવન સાથે સંબંધ છે. વીરવિજયજીની કેટલીક નમૂનેદાર કૃતિઓમાં પ્રકૃતિદર્શન અદ્ભુત રીતે યોજવામાં આવ્યું. પંચકલ્યાણક પૂજામાં અવનકલ્યાણની પૂજા રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા, કેતકી જાય ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા; કોયલ મદભર ટહુક તીરે, બેઠી આંબાડાળ વાલા, હિંસયુગલ જળ ઝીલતાં રે, વિમળ સરોવરપાળ વાલા, મંદ પવનની લહેરમાં રે, માતા સુપનનિહાળ વાલા. ઉપરોક્ત પંક્તિઓ વસંતઋતુના આનંદોલ્લાસની અનુભૂતિ કરાવે છે. ભ્રમર કરે ઝંકાર વાલા એ પંક્તિ કાનને સ્પર્શીને મનોમન કોયલના ટહુકારનું ગુંજન થતા વાતાવરણમાં માદકતા સર્જે છે. શિયળવેલની સઝાયમાં કોશા સ્થૂલિભદ્રની પ્રતીક્ષા કરી રહી છે. વિરહમાં ઝૂરે છે તેની અભિવ્યક્તિ પાવસ માસે ધન વરસે ધન ધોરીયો, મારે કંદર્પ તણો વન મોરીઓ.. (૨) વર્ષાઋતુના વર્ણન દ્વારા રૂપકોશાના વિરહને હૃદય સ્પર્શી વાણીમાં આલેખ્યો કાળા ભમ્મર વાદળો, વરસતો વરસાદ અને વિરહગ્નિમાં બળતી પ્રેમિકા.' નેમનાથ રાજિમતિ બારમાસામાં કવિએ વસંત, ફગણ અને હોળીના સંદર્ભથી રાજીમતિના વિરહનું આલેખન કર્યું છેઃ હલકારો હસંત વસંત, હોળી ખેલે ગોપીગોવિંદ અતિકેચુઆ ઝપાપાત, વિયોગે માલતી. મધુ. સમાજદર્શનઃ કવિ વ્યવહારકુશલ હતા, એની પ્રતીતિ એમની રચનાઓમાં સમાજદર્શન થયેલું છે તે ઉપરથી થાય છે. ખાસ કરીને તેમની રચેલી પૂજાઓમાં ૧૪ સ્વપ્ન આવવા, ગર્ભવતી સ્ત્રીના દોહદ પૂર્ણ થવા, જન્મકલ્યાણક દ્વારા પુત્રજન્મની ઉજવણી, શુભ દિવસે અભ્યાસ કરાવવો, રાસત્રિપુટીની સઝાયોની અંદર સમસ્યાપૂર્તિ દ્વારા વરકન્યાની પસંદગી, સ્વપરાક્રમથી શુકન જોઈ ધન કમાવવા જવું, નેમ-રાજુલના બારમાસામાં વરઘોડાનું વર્ણન, લગ્નમહોત્સવની ઉજવણી, કન્યાવિદાય જેવા પ્રસંગોનું નિરૂપણ છે. તો વિવાહલો, સઝાય, તેની અંદર બહુપત્નીત્વ, ધનવૈભવની ઇર્ષા, કપટથી ઝેર આપવું, સંસારસુખ ભોગવવું, કામી પુરુષોનું અધ:પતન, સ્ત્રીઓની ચતુરાઈ, સત્સંગ અને કુસંગનું પરિણામ, ધર્મોપદેશ સાંભળવો, દાનપુણ્ય કરવું વગેરેનું નિરૂપણ થયેલું છે. પંડિત વીરવિજયજી + ૧૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy