SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજમાં જીવન કેવું જીવવું તેના વિશે તેમણે હિતશિક્ષા છત્રીસી રચી છે છત્રીસીની આ રચનામાં કવિએ પ્રથમ ૧૮ કડીમાં પુરુષને, પછીની આઠ કડીમાં સ્ત્રીઓને અને છેલ્લી દસ કડીમાં સ્ત્રી-પુરુષ બંને ઉપયોગી શિખામણ આપી છે. જેનો રસાસ્વાદ આપણે કેટલીક કડીઓ દ્વારા માણીશું. હિતશિક્ષા છત્રીસી આ રચનામાં મનુષ્યની નીતિ, સદાચાર-વ્યવહાર અને કુશળતા પ્રાપ્ત કરવાની વિગતો દર્શાવી છે. જેમાં પુરુષના સાત દુઃખ'નું વર્ણન કરતા કહે છે. પહેલું દુઃખ પાડોશી આડ, બીજું દુઃખ ઘર વિષનું ઝાડ. ત્રીજું દુઃખ નજરે આહાર, ચોથું દુઃખ શિર વહેલો ભાર. પાંચમું દુઃખ પાલા ચાલવું, છઠ્ઠું દુઃખ જે નિત માંગવું. કવિ કહે સાતે નર દુઃખ, ન૨ નિર્ધનને ઝાઝી ભૂખ. સ્ત્રીના સાત સુખનું વર્ણન કરે છે. *પહિલુ સુખ તે પિહર ગામ, બીજું સુખ જે ગુણવંત સ્વામ. ત્રીજું પિયુ પરદેશ ન જાય, ચોથું સુખ લક્ષ્મી ઘર માંય. પાંચમું સુખ જે દિલે નરી, છઠ્ઠું સુખ થોડી દીકરી. સહિયર સાથે વિનોદ વાત, સુર સુંદરીના એ સુખ સાત.' છેલ્લી ત્રણ કડીઓમાં કવિ ગુરુ મહારાજ પાસે વ્રત નિયમ લેવાનું, તીર્થયાત્રા કરવાનું, સંઘ કાઢવાનું, માર્ગમાં મોકળું મન રાખીને સંઘજમણ કરવાનું, કલ્યાણકારી સિદ્ધાચલજી અને ગિરનાર પર જઈ પ્રભુભક્તિ કરી અવતારને તારી લેવાનું કહે છે. છત્રીસમી કડીમાં વ્યવહારમાં અને મોક્ષમાર્ગમાં ઉપયોગી શિખામણોના કર્તાના મુખથી નીકળતી મોહનનેલ જેવી મનોહર વાણી હિતકર હોવાનું જણાય છે. વ્યવહારથી પર થના૨ વ્યક્તિ ઘણી વાર વ્યવહારને સાચી રીતે ઓળખી શકે છે. કવિ વીરવિજયજીએ ફક્ત એક જ વરસ જેટલું લગ્નજીવન ભોગવ્યા છતાં તેમની રચનામાં સમાજીવન વ્યવહારદક્ષતાના દર્શન થાય છે. પંડિત કવિ વીરવિજ્યજી માટે સ્વસંવેદના જ્યારે મોગલસલ્તનતે હિંદ ઉપર પકડ જમાવી ત્યારે દક્ષિણ હિંદમાં ચૈતન્યમહાપ્રભુનો ભક્તિજુવાળ ઊભો થયો અને હવેલી સંગીતનો સૂર્ય લગભગ સમગ્ર હિંદમાં મધ્યાહ્ને તપવા લાગ્યો. રાધાકૃષ્ણની ભક્તિ શૃંગારથી છલોછલ છલકતી, શ્રુતિમધુર દેશીઓની અપૂર્વ રાગ-રાગિણીઓમાં બંધાયેલાં ભક્તિગીતોની છાકમછોળ સમગ્ર ગુજરાતને રસતરબોળ કરી રહી હતી, ત્યારે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુર્જર સાહિત્યના પૂર્વાંચલ ઉપર જૈન પરંપરાના પ્રેમલક્ષણા ભક્તિના ઉત્કૃષ્ટ રસકવિ પંડિત વીરવિજયજીનો ભારે દમામદાર ઉદય થયો જે જૈનોના દયારામ તરીકે ઓળખાયા. બહુમુખી પ્રતિભાના ધની એવા પૂજ્યશ્રીએ ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવી બહુઆયામી રચનાઓ કરી. તેમની ખૂબી કહો કે વિશિષ્ટમાં વિશિષ્ટ લાક્ષણિકતા કહો, તેઓ ગજબના સમયજ્ઞ! સમકાલીન લોકવ્યવસ્થા, બોલી, ૧૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy