SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ “કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરીય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક’ ગાથા – આર્યગીત પ્રાકૃત ભાષામાં છે. 'जिणजम्मसमये मेससिहरे, रयणकणयकलसेहिं; देवासुरेहिं अहविओ, ते धन्ना जेहिं दिट्ठोसि.' નેમનાથના સ્તવનમાં હિંદી ભાષાનો વિશેષ પ્રભાવ પડ્યો છે તે નીચે મુજબ છે. તોરણ આઈ ક્યુ ચલે રે, નયણ મિલાઈ સેંણ મોહનિયા, નાથ બિના મેં તો ક્યું રહુંગી, ચલિએ દિવાની બનાય, આપ ચાલે અંદાજસે રે, ક્યા હમ દોષ લગાય... મોહનિયા.' આમ વીરવિજયજીની કોઈ પણ રચના બૌધિક અને સામાન્યજન બંને માટે ભોગ્ય બને છે. વર્ણનકળા: વીરવિજયજીએ પરંપરાગત રીતે વર્ણન કર્યું છે. તેમની વર્ણનશક્તિ બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. પાત્રવર્ણન અને પ્રસંગવર્ણન. એમની રચેલી રાસત્રિપુટી, વિવાહલો, વેલિ, પંચકલ્યાણક પૂજા, સ્નાત્રપૂજા, ભગવાન મહાવીરના સત્તાવીશ ભવનું સ્તવન, દશાર્ણભદ્રની સઝાય, ગોડીજી પાર્શ્વનાથનાં ઢાળિયાં, મોતીશાનાં ઢાળિયાં જેવી રચનાઓ એમની વર્ણનશક્તિના નમૂનારૂપ છે. કવિનું પાત્ર વર્ણન અલંકારિક શૈલીનું હોવાથી ચિત્રાત્મક બનીને અત્યંત પ્રભાવોત્પાદક બન્યું છે, જેના કેટલાક નમૂનાઓ આપણે જોઈએ. ધમ્મિલકુમાર રાસ વારાંગનાનું વર્ણન પાત્રવર્ણન) : વિનયવતી વારાંગના, વચને વીંધાણો, વિકસિત વનજ વનાશ્રયે, અલિરૂં લપટાણો. (૨) વિકસ્યો કુંઅર વિહાયસે, વચ્ચે વીજળી ભાળી, લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાળી' (૩) સ્થૂલિભદ્રની શિયળવેલમાં રૂપકોશાનું વર્ણન ચિત્રાત્મક શૈલીમાં કરવામાં આવ્યું છે. પાત્રવર્ણન): શરદ પૂનમનો ચંદ્રમા, મુખ દેખી હરાવે. અધર અરૂણ પ્રવાલની, પણ ઉપમા ન આવે || ૨ || નેમકુમારને પરણાવા ભોજાઈઓ જળક્રીડા કરવા લઈ જાય છે તે (પ્રસંગવર્ણન) કાંઈ દિયરીયા રે વાગ્યું, પરણવા કાયર કો તુમ લાગ્યું, પ્રભુને છાંટે સઘળી નારી, જલશું ભરી સોવન પીચકારી() ૧૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy