SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે ૧૨મી ૧૮મી સદી સુધી ખૂબ જ સમૃદ્ધ બનીને સચવાઈ. પમીથી ૧૪મી સદી સુધી તાડપત્રીય પ્રતોના સર્જન થયા. ૧૪મીથી ૧૮મી સદીનો સમય કાગળ ઉપર શ્રુતલેખન કરીને એને સંગૃહિત કરવાનો યુગ રહ્યો. આ દરમિયાન ભારતનાં અનેક મહત્ત્વપૂર્ણ નગરોમાં જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા, જ્યાં આ સમગ્ર ગ્રંથસ્થ શ્રુતને સંરક્ષણ મળ્યું. ખાસ કરીને જ્ઞાનભંડારો, સાધુઓ પાસે, પતિઓ પાસે, શ્રેષ્ઠીઓ પાસે સુરક્ષિતપણે રહ્યા. મોગલકાળ દરમિયાન યુદ્ધો, નાસભાગ, સ્થળાંતર અને અરાજક્તાનો એક મોટો સમયગાળો જૈન પરંપરા માટે પડકારરૂપ બન્યો. જ્ઞાનભંડારો કાં તો સ્થળાંતરિત થયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવાયા, કાં પછી ધમધ કટ્ટર મુગલો એને નષ્ટ ના કરી દે એ ભયના કારણે એને છુપાવી દેવામાં આવ્યા. આવું બન્યું પણ ખરું! ઘણો મોટો હિસ્સો ધમધ પરદેશી શાસકોએ નષ્ટ કર્યો. ઘણો બધો હિસ્સો અજ્ઞાતસ્થિતિમાં પડ્યો રહ્યો. સાચવણી, જાળવણીના અભાવે ઊધઈ વગેરે જીવજંતુઓનો ખોરાક બનીને નષ્ટ થયો કે ભ્રષ્ટ થયો. ક્ષતવિક્ષત બન્યો. એ યુગ હતો ૧૮મી ૧૯મી સદીનો! ૧૮મી સદીમાં અંગ્રેજોના શાસનકાળમાં વળી એક બીજું આક્રમણ થયું, મહામૂલા કલાત્મક પ્રાચીન ગ્રંથોને વેચી દેવાનું. કેટલાયે ટૂંકી દૃષ્ટિવાળા સ્વાર્થી તત્ત્વોના લીધે શ્રુતનો વારસો વેરણછેરણ બનતો ચાલ્યો અને કદાચ આજે પણ ક્યાંક આ પરિસ્થિતિ હોય જોકે હવે સંરક્ષણ માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. . શ્રુત-સર્જનની પ્રવૃત્તિ તો શ્રમણ પરંપરામાં અનેક રીતે ચાલુ રહી, સમૃદ્ધ બની. ક્રિયાકાંડો, ઉત્સવ અનુષ્ઠાનોના આડંબરભર્યા આયોજનો વચ્ચે પણ મૃતોપાસના સતત ચાલતી રહી. પણ પ્રાચીન કાળ, મધ્યકાળમાં સર્જનની સાથે સંશોધન, વિશ્લેષણની જે આગવી શૈલી કે પરંપરા સમૃદ્ધ બનતી રહી હતી તે ધીમે ધીમે ક્ષીણ અથવા આછી થતી ચાલી. મોટા ભાગે તો સંશોધન પ્રત્યે ઉદાસીનતા જ નહીં પણ અસ્વીકૃતિ પણ પ્રગટ થવા લાગી. પરંપરાગત વિચારો કે વિચારધારાઓથી અલગ હઠીને કંઈક ખોજવું, શોધવું કે વિવેચવું એ બધું સામાન્ય રીતે ઉપેક્ષિત બની ગયું હતું. આવા વખતમાં બીજી બાજુ પ્રાચીન સાહિત્ય ખાસ કરીને હસ્તલિખિત સાહિત્ય વ્યક્તિગત સંગ્રહોમાં કેદ થઈને ઘણેભાગે જીર્ણ શીર્ણ થઈ રહ્યું હતું. આ સમયે જેનપરંપરાને પ્રવર્તક કાંતિવિજયજી, ચતુરવિજયજી અને પુણ્યવિજયજીની ગુરુશિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટી મળી જેમણે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના જીર્ણોદ્ધાર, પુનરુદ્ધાર, પુનર્લેખન, સંરક્ષણ, સંવર્ધનના આયામો ઉઘાડ્યા. ઉપેક્ષિત વાતાવરણમાં એમણે સંતાયેલા, સચવાયેલા આ હસ્તલિખિત ગ્રુત ખજાનાને શોધવા માટેનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. વર્તમાનકાળના મહાન વ્યુતધર આગમ પ્રભાકર પુણ્યવિજયજી મહારાજે શ્રુતને શોધવાની, સંશોધિત કરવાની સંરક્ષિત કરવાની આગવી પદ્ધતિ નિર્માણ કરી અને પોતાના જીવનના કીમતી વરસો એ માટે પ્રયોજ્યા. એમ કહો કે સમગ્ર જીવન એમાં સમર્પી દીધું. શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ + પ૬૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy