SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરંપરાને આગળ વધારવા, જીવંત રાખવા એમણે શ્રુત સાધના-સમુપાસના માટેના કપરાકાળમાં જંબૂવિજયજી મહારાજને શોધીને પોતે આરંભેલા શ્રુત સંશોધન સંરક્ષણના યજ્ઞના ભાગીદાર બનાવ્યા કે વારસો સોંપ્યો. આગમ કૃતગગનના દીપ્તિમાન નક્ષત્ર એટલે જબૂવિજયજી મહારાજ હવે આપણે જંબૂવિજયજી મહારાજની વાત કરીએ. જંબૂ નામ સામે આવતા જેમ એક જંબૂદ્વીપનો આકાર ઊભો થાય, અતિ વિશાળ ભૂમિનો અહેસાસ થાય, બસ આવી જ વિશાળતાનો અનુભવ આપે છે જબૂવિજયજી મહારાજનું નામ. આગમશ્રુતના આજીવન ઉપાસક, પરમાત્મભક્તિના આકંઠ આરાધક, પ્રાણી-પ્રેમના પરમ પરિચાયક, માતૃ-પિતૃ ભક્તિના મહાન ભાવક, શ્રમણજીવનચર્યાના જીવંત સાધક, સુદીર્ઘ પદયાત્રાના પ્રાકૃષ્ટ પરિવ્રાજક મુનિશ્રેષ્ઠ જંબૂવિજયજી મહારાજની સર્વતોમુખી પ્રતિભાની વાત કરવી એટલે દીવાસળીના અજવાળે માઈલોનો મારગ કાપવો. વિ.સં. ૧૯૭૯ મહાસુદ-૧, તારીખ ૧-૧-૧૯૨૩ના ઝીંઝુવાડા ગામમાં પિતા ભોગીલાલ તથા માતા મણિબહેનના પુત્ર તરીકે જન્મેલા ચીનુભાઈ ૧૪ વરસની વયે રતલામ ખાતે વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ-૧૩, ૨૫-૫-૧૯૩૭ના રોજ પૂ. ચંદ્રસાગરજી મહારાજસાહેબના હસ્તે પોતાના પિતા મુનિ ભુવનવિજયજીના શિષ્ય બનીને સાધુ બને છે. સંયમજીવનની યાત્રા સાથે જ મૃતોપાસનાની યાત્રા આરંભાય છે. એમની યાત્રાના માર્ગદર્શક અને સહાયક બને છે એમના પિતા મુનિ. દીક્ષા જીવનના પ્રારંભથી આરંભાયેલી સાધનાયાત્રા ત્યાગ અને તપની સાથે સ્વાધ્યાયની યજ્ઞ-વેદિકા બની. ખાસ કરીને દાર્શનિક અધ્યયનની દિશામાં એમની પ્રતિભા વધુ ને વધુ નીખરતી ગઈ. સંશોધનની સુદીર્ઘ યાત્રાનો આરંભ આ ગુરુ-શિષ્યની જોડલીને કોઈ દુર્લભ તેમ જ ઉપયોગી ગ્રંથનું સંપાદન કરવાની ઈચ્છા થઈ અને તેમણે પ્રાચીન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક અને અનેક ગ્રંથોના સંશોધક મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ લીધી. પુણ્યવિજયજી મહારાજના મનોજગતમાં દ્વાદસાર-નવચક્રનું નામ હતું જ, કારણ કે મલ્લવાદી પ્રણીત બાદસાર-નયચક્રનું મૂળ તો મળતું નહોતું પણ તેની ઉપર આચાર્યશ્રી સિંહસૂરિ ક્ષમાશ્રમણે રચેલી અતિ વિસ્તૃત નયચક્રવૃત્તિ મળી હતી, તેનું સંશોધન કરવાની ખાસ આવશ્યકતા હતી. આની ઉપલબ્ધ પ્રતિઓની અશુદ્ધતા અને ગ્રંથોમાં આવતા અસંખ્ય સંદર્ભો શોધવાની મુશ્કેલીઓના કારણે આ કાર્ય અત્યંત કઠિન હતું, એટલે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે તેમને આ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવાની ભલામણ કરી. અતિશય કઠિન હોવા છતાં તે કામ ઉપાડી લેવાની આ ગુરુ- શિષ્ય તત્પરતા બતાવી. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબે વિ.સં. ૨૦૩માં પૂ. ગુરુદેવ મુનિશ્રી પ૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy