SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ - પૂર્ણિમા મહેતા ગૂજરાત વિદ્યાપીઠના જૈનદર્શન વિભાગમાં પોતાના અધ્યાપન કાર્ય દરમિયાન અનેક જિજ્ઞાસુઓમાં પોતાના અભ્યાસ વિષયમાં રસ ઉત્પન્ન કરાવનાર શ્રી પૂર્ણિમાબહેને આ લેખમાં આગમવેત્તા મુનિ શ્રી જંબૂવિજયના કાર્ય ઉપર પ્રકાશ પાડવાનો આવકાર્ય પ્રયત્ન કર્યો છે. – સં.) શ્રુત પરંપરા જૈન પરંપરામાં સાહિત્યને શ્રુત કહેવામાં આવે છે. આ શ્રુતની પરંપરા તીર્થંકર અને ગણધર ભગવંતોથી પ્રારંભાયેલી હોય છે. અર્થના સ્વરૂપે તીર્થકરો જે દેશના આપે છે, ગણધરો અને સૂત્રાત્મક રૂપમાં ગૂંથે છે, જે પછી આગમ સ્વરૂપે સુવ્યવસ્થિત બનીને જિન શાસનની શ્રુત સંપદાનું એક મહત્ત્વપૂર્ણ રૂપ મેળવે છે. આ શ્રુતસંપદાના મૂળ સ્વરૂપને ઘડવામાં ગણધરો, પ્રત્યેક બુદ્ધઋષિઓ તથા સ્થવિરમુનિઓનો મહત્ત્વનો ફાળો હોય છે. આ તમામ દ્વારા રચિત શ્રતને આગમ કહેવામાં આવે છે.” પરંપરાથી કંઠસ્થ રૂપે સચવાયેલા શ્રુતને સમજવા-સમજાવવા, સામાન્ય બુદ્ધિ ધરાવતા જિજ્ઞાસુ સાધકો સુધી પહોંચાડવા માટે વિવેચના દ્વારા વિસ્તાર આપીને સમૃદ્ધ બનાવવાનું કાર્ય પછીના કાળના માન આચાર્ય ભગવંતો કરતા રહ્યા છે. શ્રુતને સુવ્યવસ્થિત કરવું, વ્યાખ્યાયિત કરવું, વિવેચિત કરવું અને એ રીતે વધુને વધુ સમૃદ્ધ બનાવવું એ માટે જૈનાચાર્યોએ સમયે સમયે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. શ્રુત સંરક્ષણની પરંપરા શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી કંઠસ્થ શ્રુતપરંપરા હજારેક વર્ષ સુધી ચાલી ત્યાર બાદ ગ્રંથસ્થ શ્રુતની પરંપરાનો યુગ આવ્યો. વિક્રમની ૪થી ૫મી શતાબ્દી પછી જૈનશ્રુતની પરંપરામાં શ્રુતને ગ્રંથસ્થ કરી લઈને સુરક્ષિત રાખવા માટે તત્કાલીન આચાર્યો, મુનિઓ, શ્રેષ્ઠિઓ, શ્રમણોપાસકો, શાસકો વગેરેએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શ્રુતલેખનની આ પરંપરા મધ્યકાળમાં પ૬૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy