SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણભાવ અને આત્મિયતા હતી. જેને જેવો સંગ, તેવો રંગ લાગે બહુ.' ગુરુકૃપાએ સત્સંગ સર્વતોમુખી ફ્યો. બાળપણમાં તેઓ વ્યાયામ કરતા, દંડ બેઠક કરતા, અખાડામાં પણ જતા, કુસ્તીઓ લડતા, તરણ સ્પર્ધામાં ભાગ લેતા, જેથી તેમનું શરીર મજબૂત ખડતલ બન્યું હતું; લાગે છે કે વિધિએ તેઓને વિવિધ ઉપલબ્ધિઓથી નવાજવાનું વિચાર્યું હશે. લક્ષ્મણભાઈનો અભ્યાસ ગુજરાતી ધોરણ-૬ સુધી પાટણમાં, જૈન ધાર્મિક અભ્યાસ પંચપ્રતિક્રમણ સુધી, પંડિતશ્રી અમૃતલાલ ભોજક પાસે સંસ્કૃત અને પ્રાકૃતનું જ્ઞાન પાટણ, પીપળાશેરી સ્થિત પૂજ્ય હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા ખાતે મેળવેલ હતું. વસવસો ઇંગ્લિશ ભણ્યો હોત તો સારું, મારે બીજાના અનુવાદ ઉપર આધાર રાખવો ન પડત.’ -- ધોરણ ૬માં ભણતા હતા ત્યારે પિતાજીનું દેહાવસાન થયું હતું તથા ભાઈઓમાં એક સુંદરલાલ હયાત ન હતા અને બીજા રસિકભાઈ કે જે પાછળથી કેસરબાઈ જૈન જ્ઞાનભંડારમાં જોડાયેલ, બહેનોમાં બે અવસાન પામેલ અને એક વિદ્યમાન હતી તથા કુટુંબની જવાબદારી મોટા હોવાથી માથે આવી હતી તેથી શૈશવકાળમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. સત્તર વર્ષની ઉંમરે જૈન અભ્યાસની યોગ્યતા ૫૨ એમણે માસિક ત્રણ રૂપિયાના પગારે જૈન સાધુ-સાધ્વીજીઓના ટ્યુશન શરૂ કર્યા હતા અને સાથે-સાથે કેસરબાઈ જૈન જ્ઞાનમંદિરમાં લાઇબ્રેરીયન તરીકે સર્વિસ લીધી હતી, જ્યાં સાત રૂપિયા મળતા હતા અને ૨૦ વર્ષની ઉંમરે નવરૂપિયાના પગારે નોકરી કરતા હતા. પરમ પૂજ્ય પુણ્યવિજ્યજી મ.સા.ની પ્રેરણાથી સાહિત્યની વિગતો નોંધવાનું અને યાદી તૈયાર કરવાનું કાર્ય તેમના માટે મહાન સન્માન સમું હતું. પાયો નંખાયો તેમ કહી શકાય. એ કાળ દરમિયાન રાજસ્થાનમાં બાવીસ દેરાસરોનો સંપૂર્ણ અભ્યાસ તેમ જ હસ્તપ્રતો અને અન્ય સાહિત્યની યાદી બનાવી હતી. ચક્રવર્તી રાજગોપાલાચારીના આમંત્રણથી પૂજ્ય મુનિશ્રી જિનવિજયજી સાથે ભારતીય વિદ્યાભવનમાં ગ્રંથોના ભાષાંતર, પ્રાચીન હસ્તપ્રતોનું અર્થઘટન વગેરે કાર્યની તક મળી હતી. પૂજ્ય જંબુતિયજી મ.સા.ની પ્રેરણાથી ડભોઈ મુક્તાબાઈ જ્ઞાન મંદિરમાં જોડાયા. મારવાડના ગામોમાં ફરી ગોરજી મહારાજના વેચાઈ જતા ભંડારો, નષ્ટ-ભ્રષ્ટ થતી અને ઊધઈથી ખવાઈ જતી હસ્તપ્રતો ખરીદી ભંડાર ભેગી કરી હતી. ગાડીમાં, ગાડામાં, પગપાળા, ઊંટ ઉપર રણપ્રદેશની સૂકી વેરાન રેતાળ ધરતી ઉપર જ્યાં અન્ન-જળના પણ ફાંફા હતા તેવા અસહ્ય કસોટીકાળમાં ઘર ભૂલી જઈને પણ ધૈર્યથી કામ કર્યું હતું. પાટણ પાછા આવતા મુનિશ્રી જિનવિજયજી મ.સા. સાથે ભારતીય વિદ્યાભવન મુંબઈ, રાજસ્થાન પુરાતત્ત્વમંદિર જ્યપુરમાં કામ કરવાનું મળ્યું. જ્યાં પ્રાચીનતા વિશે જાણવા મળ્યું હતું. - સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૪૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy