SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ સંવત ૨૦૫માં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.સા. સાથે જેસલમેરમાં એકધારા ૧૭ માસ રોકાયા, દરેક કાર્યોમાં સહાયક બન્યા. ત્યાં પ્રાચીન લિપિના પુસ્તકો, સૈકાવાર લિપિઓના ફેરફાર, કાગળની પરખ, લહિયાઓએ કરેલા જુદાજુદા જોડાણો અને તે ઉપરથી સૈકાઓ ઓળખવાની રીત વગેરેનો અભ્યાસ ઊંડાણથી કર્યો હતો. બે ચાતુર્માસ બાદ ૪૦૦ માઈલ દૂર બિકાનેર પણ ગયા હતા. | ઊધઈ કે જીવાતનો ભોગ બનીને જીર્ણશીર્ણ થઈ ગયેલી, ભેજથી ચોંટીને લોચો બની ગયેલી હસ્તપ્રતોનાં પાનાંઓને કેવી રીતે પકડવાં ને સાચવીને ફેરવવાં, કાળજીથી છૂટાં પાડવાં. કેવી માવજત આપીને વધારે સડતાં અટકાવવાં, ક્યારેક બે જુદી હસ્તપ્રતોનાં એકસરખાં પાનાં ભેળસેળ થઈ ગયાં હોય, ક્યારેક પ્રતોના ટુકડાઓ જ હોય એ બધાને અલગ તારવીને કેવી રીતે ગ્રંથો તૈયાર કરવા, એની સૂઝ અને કૌશલ કેળવાતાં ગયાં. ડોક, પીઠ અને કેડ રહી જાય તોય નીચી નજરે છથી આઠ કલાક એકી બેઠકે એકાગ્રતાથી એ પુરાણાં લખાણો ઉકેલ્યા કરતા. ઘણી વાર લહિયાઓ લિપિ પૂરી સમજતા નહિ ને વિદ્વાનો ભાષા પૂરી જાણે નહિ તેથી ઘણી વાર લિપિભ્રમ થાય ત્યારે ખોટા અક્ષરો કે શબ્દપાઠોના સ્થાને હકીકતમાં કયા અક્ષરો કે કેવા પાઠ હોવા જોઈએ, તે પોતાની આગવી કોઠાસૂઝથી વિચારી પ્રમાણભૂત અક્ષર અને શબ્દપાઠ આપીને ગ્રંથની શુદ્ધ અને પ્રમાણભૂત વાચના તૈયાર કરવાનું શિક્ષણ તો પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસેથી મળ્યું હતું. આ સજ્જતા ઉપરાંત એમની વિલક્ષણ યાદશક્તિ અને સ્મરણ અવધારણાના પ્રતાપે એમનાં જ્ઞાન અને સામર્થ્ય વધતાં ગયાં. છેક સાતમી સદીથી માંડીને જુદાજુદા સૈકાની લિપિઓ ઉકેલવાના મહાવરાના લીધે દેવનાગરી લિપિ પહેલાની બ્રાહ્મી લિપિ ઉકેલવાનું પણ એમને આવડે. નાગરી લિપિનાં વિષયમાં તેમનું પ્રદાન અને જ્ઞાન અત્યંત મૂલ્યવાન હતું. જે ગ્રંથોના અંતે લેખનસંવત ન નોંધ્યો હોય એવી કૃતિ પણ કયા સૈકામાં અને કયા પ્રદેશમાં લખાઈ હશે? એ લિપિ જોઈને તેઓ કહી શકતા. શિલાલેખોના ખવાઈ ગયેલાં, તૂટી ગયેલાં લખાણો પણ ઉકેલતા. ક્ષત્રપકાલીન, શુંગકાલીન અને મૌર્યકાલીન તામ્રપત્રો, શિલાલેખો અને હસ્તપ્રતોની લિપિઓ તેઓ વાંચી, લખી અને શીખવી શકતા હતા. ભારતનો એક ગ્રંથભંડાર એવો નહિ હોય, જે એમણે જોયો ન હોય. પશ્ચિમ ભારતના જૈનભંડારો એમનું કાર્યક્ષેત્ર રહ્યા હતા. આમ, ત્રિપુટી ગુરુજનોથી ઘડાયેલાં, મંજાયેલા અને સધાયેલા એવા શ્રી લક્ષ્મણભાઈ ભોજક એરણની કસોટીમાં પાર પડ્યા હતા. અતિ દુર્લભ વ્યક્તિત્વ, અનુભવોના ખજાના વાળી છબી આપણી સમક્ષ છે. પ૫૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy