SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાઓને મહત્ત્વ આપવું અને જ્ઞાનની મહાન આશાતના આદિને નજર સામે રાખી હસ્તલિખિત દિશામાં આગળ વધવું જરૂરી છે. આજે લિપિકાર માત્ર લહિયો નથી રહ્યો, તેના માટે કેટલીય સજ્જતા કેળવવી પડે છે; દા.ત., વિવિધ ભાષાઓનું જ્ઞાન, સૈકેસૈકે બદલાતા મરોડની જાણકારી, પ્રાચીન લેખનકળાનાં નિયમો, આધુનિક સંપાદન પદ્ધતિનો પરિચય, વર્ષોનો મહાવરો, તીવ્ર સ્મરણશક્તિ, પોથીમાં માથું નાંખી બેસી રહેવાની તપસ્યા વગેરે જરૂરી છે. એ સાહિત્ય ભાષામાં લખાયેલું છે, એ આપણી અત્યારની આધુનિક ભાષા કે લિપિમાં નથી. એના અક્ષરો અને આંકડાની ભાષા અને લખાવટ ભિન્ન છે. અને ભાષા તો જીવંત છે. એની એ જ ભાષા જુદાજુદા સ્થળે જુદીજુદી રીતે બોલાય છે, અને સમયે સમયે એની લખાવટ પણ પરિવર્તન પામતી રહે છે. આપણી અત્યારની ગુજરાતી ભાષા જેમાંથી ઊતરી આવી છે એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી તથા જૂની ગુજરાતી ભાષાની જેને જાણકારી હોય એવા નિષ્ણાતો જ એ લિપિ ઉકેલી શકે, એમાં શું લખ્યું છે એ કહી શકે. આવા લિપિવિદોની અગ્રિમ હરોળમાં અગ્રસ્થાને શોભે છે શ્રી લક્ષ્મણભાઈ ભોજક. નાટક, નર્તન અને સંગીત માટે પ્રસિદ્ધ ભોજક જ્ઞાતિના લક્ષ્મણભાઈએ જ્ઞાનસાધનાને જીવન સાધના બનાવી હતી. જ્ઞાનભંડારો સુરક્ષિત કરવાનું કપરું કામ આગમપ્રભાકર પૂજ્યમુનિશ્રી પુણ્યવિજ્યજી મ.સા.એ આદર્યું અને ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યને સફ્ળતાપૂર્વક પાર પાડવા લાગ્યા. આ કાર્યમાં તેમના સાચા અંતેવાસી તરીકે શ્રી લક્ષ્મણભાઈ ભોજક જોડાયા અને ઉક્ત કાર્યમાં સંનિષ્ઠ સહયોગ આપ્યો અને પાયાનો પથ્થ૨ બન્યા. શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો જન્મ તા. ૩૦મી ઑક્ટોબર ૧૯૧૭, વિક્રમ સંવત ૧૯૭૩, આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમાને દિવસે, વાગોળનો પાડો, પાટણમાં થયેલ. પિતાશ્રી હીરાલાલ નહાલચંદ ભોજક અને માતુશ્રી શ્રીમતી હીરાબહેન એટલે કે હીરાની ખાણમાં આપ જેવાનો જન્મ થયો હતો. પિતાજી જૈન દેરાસરમાં સેવાપૂજાનું કાર્ય કરતા હતા. જાતે ભોજક, ધર્મે જૈન, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનો પિરવાર. નાની ઉંમ૨માં માતા મૃત્યુ પામી હતી. વિધિએ આપનું નામ પણ લક્ષ્મણ રાખ્યું. જેનો લક્ષ્મણભાઈ ભોજકે સદુપયોગ કર્યો. લક્ષ્મણ એટલે લાખો મણ અને મોટા ભાઈ અમૃતલાલ સાથે રહી નામના મેળવી તેમ જ બહુમાન વધાર્યું હતું. સરળ ભાષામાં કહીએ તો પરમ પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. દશરથ મહારાજા, શ્રી અમૃતભાઈ ભોજક શ્રી રામ અને શ્રી લક્ષ્મણભાઈ ભોજક લક્ષ્મણ. લક્ષ્મણનું નામ આવતા રામનું સ્મરણ થયા વગર ન રહે. રામાયણના લક્ષ્મણે ભાઈ-ભાભીની સેવા કરી, લક્ષ્મણભાઈ ભોજકે લિપિની સેવા કરી. લક્ષ્મણનો જેમ રામ પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ હતો તેમ શ્રી લક્ષ્મણભાઈ ભોજકને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ, ૫૪૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy