SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક – ૬ નંદિની ઝવેરી –– વ્યિવસાયે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર શ્રીમતી નંદિનીબહેન ઝવેરીએ જૈનધર્મ-દર્શનના નવા ક્ષેત્રને ખેડવાનો પ્રયત્ન કર્યો છે જેના ફળ સ્વરૂપ પ્રસિદ્ધ લિપિમર્મજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો પરિચયાત્મક લેખ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. – સં.] જૈન ધર્મનો સાચો વારસો તેનું વિપુલ સાહિત્ય છે. શ્રુતજ્ઞાન પુસ્તકારૂઢ થયા પછી સમયે સમયે વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના થવા લાગી હતી. તે વિપુલ સાહિત્ય જૈનોએ ખૂબ જ ભક્તિપૂર્વક સુરક્ષિત રાખ્યું, પરંતુ કાળબળે, કુદરતી આક્તો અને રાજકીય આક્રમણોને કારણે ઘણું સાહિત્ય નષ્ટ પણ થઈ ગયું અને મોગલકાળમાં તો આ કાર્ય વધુ ને વધુ દુષ્કર બનતું ગયું. જેનોના સ્થળાંતરને કારણે આ વિપુલ સાહિત્ય સંગ્રહો નધણિયાતા બન્યા. સુરક્ષાને અભાવે ઘણા સંગ્રહો નષ્ટ થવા લાગ્યા હતા અને કેટલાક ભંડારો તો લોભ અને લાલચને કારણે વેચાવા લાગ્યા હતા. આપણા વિપુલ સાહિત્ય જ્ઞાનવારસામાંથી ઘણીબધી પ્રતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જોવા મળે છે. મુખ્યત્વે ઇંગ્લેન્ડ – બ્રિટીશ લાઈબ્રેરીમાં ૧૪૦૦ હસ્તપ્રતો, વેલકમ ટ્રસ્ટમાં ૨૦૦૦ હસ્તપ્રતો, બોડલીન લાઈબ્રેરીમાં ૫૦૦ હસ્તપ્રતો, બ્રિટીશ મ્યુઝિયમ, યુરોપના વિવિધ દેશો જેવા કે જર્મનીમાં પણ જોવા મળે છે. વિજ્ઞપ્તિ પત્રો પણ જોવા મળે છે. વી એન્ડ એ મ્યુઝિયમમાં અઢી દ્વીપનો ચિત્રપટ નકશો આજે પણ જોવા મળે છે. વેલકમ ટ્રસ્ટની બરોઝ ગ્લેક્સો વેલકમ ફાર્માસ્યુટીકલ કંપનીમાં તૈયાર થતી દવાઓ એ આપણા આયુર્વેદ જ્ઞાન આધારિત થવા લાગી હતી. આપણી હાથ બનાવટની વસ્તુઓ, ખરીદેલી હસ્તપ્રતો અને ૧૦૦ વર્ષ કરતાં વધારે જૂનાં છાપાઓમાં વિટાળેલી એમની એમ હાલ હજુ પણ મોજૂદ છે. આપણે ત્યાં અમદાવાદ, પાટણ, ખંભાત, છાણી, વડોદરા, રાજસ્થાન, જેસલમેર, જોધપુર, પૂના, પંજાબ વગેરે જગ્યાએ અનેક જ્ઞાનભંડારો આવેલા છે. આજે જ્યારે પ્રાચીન ભાષાઓનું મહત્ત્વ ઓસરી રહ્યું છે, હસ્તલિખિત પ્રતો માત્ર કબાટની શોભા જ વધારતી નજરે ચઢે છે ત્યારે આ પ્રાચીન સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક + ૫૪૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy