SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ મળે છે. આ કથા ભારતમાં અન્ય ભાષાઓમાં પણ જુદાજુદા સ્વરૂપફેર સાથે જોવા મળે છે. અરેબિયન નાઈટ્સ” કે “અલીલૈલાની કથાઓ વિશ્વભરમાં અત્યંત જાણીતી છે. મૂળ ફારસી ગ્રંથ ઈ. સ. ૯૪રમાં રચાયો. આ ગ્રંથની આરંભકથા ૯મી સદી પહેલા હરિભદ્રસૂરિની આવશ્યક ચૂર્ણિમાં તથા ૯મી સદીના જયસિંહસૂરિની ધર્મોપદેશમાલા વિવરણમાં જોવા મળે છે. આવી બીજી પણ કથાઓ વસુદેવ હિંડીમાં પણ જોવા મળે છે. આ પ્રમાણે તુલનાત્મક અભ્યાસ દ્વારા હરિવલ્લભ ભાયાણીએ જૈન પ્રાકૃત કથાસાહિત્યનું મહત્ત્વ સ્પષ્ટ કરી આપ્યું. શબ્દાર્થશાસ્ત્ર અંતર્ગત કેટલાક ભુલાયેલા શબ્દોની વ્યુત્પત્તિ તેમણે રજૂ કરી છે. “શબ્દકથા', “શબ્દપ્રયોગની પગદંડી પર પુસ્તકો. જેમ કે : ૧. ઈડલી = ઈદડુ: મદ્રાસી ઈડલી અને ગુજરાતી ઈદડા વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. બારમી સદીના લક્ષ્મણ ગણિની કૃતિમાં હહરીયા’ શબ્દનો ઉલ્લેખ છે. શીદઃ મૂળ અર્થ “સિદ્ધ'. આ શબ્દ અંગે તેઓ જણાવે છે કે ક્યાં પૂછવાથી કાર્ય સિદ્ધ નહીં થાય તેવી માન્યતા પ્રવર્તતી હતી. માનસિક વહેમના કારણે તે શબ્દ અપશુકન તરીકે ગણાયો અને તેના વિકલ્પ રૂપે સિદ્ધ (કરવા માટે) જાઓ છો. તેમાંથી શીદ શબ્દપ્રયોગ આવ્યો. આવા અપશુકનિયાળ શબ્દોના સ્થાને મંગલસૂચક શબ્દો ઘણા વપરાય છે જેમ કે દુકાન બંધ કરી તેમ ન બોલતા દુકાન વધાવી, મંદિર બંધ કર્યું એમ નહિ મંદિર માંગલિક કર્યું, ૩. પધારોઃ પાયધારક, પા ધારક, પધારો, પધારો. તમારા પગ સ્થાપન કરો એવા પ્રાકૃત રૂપ પરથી આગળ જતા ફેરફાર થઈને પધારો શબ્દ બન્યો. : કોઈ પણ સન્માનનીય વ્યક્તિના નામ પાછળ ન મુકાય છે જેમ કે મહારનો તેમાં મૂળ શબ્દ નવહ = નવો હતો તેમાંથી વનો લોપ થતા ની શબ્દ રહી ગયો. મહાર્વરની એટલે મહાવીર (ઘણુ) જીવો. ૫. નિશાળઃ મૂળ વશાના, પ્રાચીન ગ્રંથોમાં જોવશાતા શબ્દ પ્રસિદ્ધ હતો તેમાંથી પ્રાકૃત શબ્દ વિશના = તે સાન = નિસાન = નિશાળ અહીં બે ત્ર સાથે બોલવામાં ફાવે નહિ તેથી આગળનો ન ન રૂપે ફેરવાયો. આવા અનેક શબ્દોની ચર્ચા તેમણે પોતાના સંશોધનોમાં કરી છે. તેઓ શબ્દના મૂળ સુધી પહોંચીને મૂળ પરંપરાગત ભાવાર્થ સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ રહેતા. તેઓના શબ્દો અને અર્થ આધારભૂત રહેતા. તે અટકળ કે અનુમાનથી ચલાવી લેતા ન હતા. જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy