SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશનો અભ્યાસ કરતા દૃષ્ટિમાં આવતા પદ્યોના તેઓ અનુવાદ કરતા. આવા અનુવાદ છંદોબદ્ધ કરીને કરતા અને તે રસપ્રદ બન્યા. અનેક વિદ્વાનોએ વખાણ્યા. પ્રપા (૧૯૬૮), મુક્તક માધુરી (૧૯૮૬), મુક્તકમંજરી (૧૯૮૯), ત્રિપુટી (૧૯૯૫), મુક્તક અંજલિ (૧૯૯૬), મુક્તક મર્મર (૧૯૯૮), મુક્તક મકરંદ (૧૯૯૯) એમ સાત મુક્તકો પ્રસિદ્ધ થયા તેનો સંચય કરીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ મુક્તક રત્નકોશ નામે પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત કાલિદાસ વંદના, ગાથામાધુરી એમ બીજા પણ સંગ્રહો તેમણે આપ્યા છે. પ્રાચીન કથાઓના સંશોધન અંગે પણ તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું છે. લો'થાના મૂલ અને કુળ : ૧૯૯૦ લોકસાહિત્યઃ સંશોધન અને સંપાદન (૧૯૮૫-૯૨) ભારતીય ભક્તિમાર્ગની પરંપરાના કૃષ્ણકાવ્ય અંગે તેમણે પ્રાચીન-મધ્યકાલીન કૃષ્ણ કાવ્ય અને નરસિંહ સ્વાધ્યાય' (૧૯૮૬) પ્રકાશિત કર્યો. મધ્યકાલીન સાહિત્ય વિશે સંશોધનાત્મક અભ્યાસલેખો પણ તેમણે લખ્યા. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૧) અનુસંધાન (૧૯૭૨) આ ઉપરાંત લા. દ. સંસ્કૃતિમંદિર અમદાવાદ, પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટી, ભારતીય વિદ્યાભવન, મુંબઈ વગેરે સંસ્થાઓમાં તેમણે અધ્યયન-અધ્યાપન કર્યું. મુંબઈ યુનિવર્સિટી અને ગુજરાત યુનિ. અમદાવાદમાં પણ તેમણે અધ્યયન અધ્યાપન કર્યું. તેઓ અનેક સેમિના૨માં અધ્યક્ષ તરીકે રહ્યા અને પોતાના વિચાર રજૂ કર્યા. ‘અનુસંધાન’ નામની પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્ય વિષયક સંપાદન, સંશોધન, માહિતીદર્શક પત્રિકાના સંપાદક તરીકે પણ તેમણે કાર્ય કર્યું. પ્રાકૃત વિષયક ગ્રંથો પ્રકાશિત કરતી પ્રાકૃત ટેક્ષ્ટ સોસાયટીના ટ્રસ્ટી અને માર્ગદર્શક તેઓ રહ્યા હતા. જૈન ક પ્રસાહિત્ય હરિવલ્લભભાઈએ જૈન કથાસાહિત્ય ૫૨ ઉમા કાર્ય કર્યું છે. પોતાનાં અનેક સંપાદનો જૈન કથાસાહિત્યને લગતાં જ હતાં. તેમણે ભારતીય તેમ જ વિદેશી કથાઓના અભ્યાસ દ્વારા અનેક કથાઓના મૂળ પ્રાકૃત જૈન સાહિત્યમાં છે તેમ સ્પષ્ટ કર્યું હતું. તેમના મતે યુરોપીય લોકકથાઓનું મૂળ ભારતમાં જોવા મળે છે. કથાઓ અને કથાઘટકો ઉપર તેમણે ઘણું કાર્ય કર્યું. પશ્ચિમમાં અત્યંત જાણીતી ‘Cinderella’ની કથાનું પ્રાચીન સ્વરૂપ ૧૧મી સદીમાં રચાયેલી દેવેન્દ્રસૂરિ રચિત મૂલશુદ્ધિ ટીકામાં ‘આરામશોભા’ કથામાં જોવા ૫૩૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy