SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિવલ્લભ ભાયાણીના વિચારરત્નો - મારા અભણ દાદીમાને ૩૦૦થી ૪00 કહેવતો હૈયે હતી, જે સહજ ભાવે રોજબરોજની વાતચીતમાં તેમના મોંમાંથી ટપકી પડતી. આ પરિસ્થિતિ આધુનિક નગરવાસીઓને બાદ કરતા વધતીઓછી સર્વત્ર હતી. - પ્રશિષ્ટ ભાષાથી અજાણ કાવ્યરસિકોને આસ્વાદ્ય વસ્તુ સુલભ કરી આપવાની અદમ્ય વૃત્તિથી અને ભાલણથી માંડીને કે. હ. ધ્રુવ અને ઉમાશંકર જેવાથી જે પંથ ખેડાતો રહ્યો તેના પર બેચાર પગલાં ભરી લ્હાવો લેવાની હોશથી મુક્તકોના પદ્યાનુવાદ કરું છું. - અપભ્રંશ સાહિત્ય એટલે જૈનોનું જ સાહિત્ય એમ કહીએ તો ચાલે, કારણ કે અન્ય અપભ્રંશ સાહિત્યના માત્ર છૂટાછવાયા ઉલ્લેખ મળે છે. એ દિશામાં હજી ઘણું કરવાનું બાકી છે. - અત્યાર સુધી પ્રાકૃત – અપભ્રંશ છંદો પર સંશોધન મુખ્યત્વે વર્ણનાત્મક જ રહ્યું છે. પ્રયોગના વિષયમાં ભાગ્યે જ કશું થયું છે. અને ઇતિહાસના વિષયમાં ઘણું ઓછું થયું છે. - પ્રાકૃત અને અપભ્રંશ છંદો માત્ર તાલબદ્ધ હોવાથી સંગીત, નાટ્ય અને નર્તનના ક્ષેત્રો સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. આ સંબંધ હોવાથી દરેક વિષયના અભ્યાસ માટે બીજા બંને શાસ્ત્રો ઘણાં ઉપયોગી થઈ પડે. હેમચંદ્રાચાર્યની આસપાસના સમયના સાહિત્ય સર્જનમાં જૈન મુનિઓનો સિંહફાળો છે. સાહિત્યક્ષેત્રે ગુજરાતના આ અનન્ય યોગદાનનું મૂલ્ય અને મહત્ત્વ અર્વાચીન સમયમાં આપણા તેમ જ બીજા વિદ્વાનોએ બહુ ઓછું પિછાડ્યું છે. તે એક શોચનીય હકીકત છે. ગુજરાતી નાટ્ય સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવવા અને ફરી ચેતનવંતો કરવા સૂઝબૂઝવાળાઓએ જેને સમાજમાં જાગૃતિ પ્રગટાવવી જોઈએ. મિત્ર ગોવર્ધન પંચાલે પ્રબુદ્ધ રોહિણેયં ભજવ્યું. તે માટે ગુજરાતમાંથી કશો પુરસ્કાર ન મળ્યો. જૈન સાંસ્કૃતિક પરંપરાના હિતચિંતકોએ આવા નાટકો રંગમંચ પર પ્રસ્તુત કરવા વહેલી તકે આયોજન કરવું જોઈએ. - પિશેલે દેશીનામમાલાના ઉદાહરણોને તદન કૃત્રિમ આયાસસિદ્ધ અને નિકૃષ્ટ કવિતા કહીને ઉતારી પાડ્યા છે. પં. બેચરદાસનો પ્રયાસ સારો છે. કેટલેક સ્થળે તેમણે કરેલો અર્થ ચિંત્ય કે ખામીવાળો છે પરંતુ એમ થવું આવા વિકટ કામમાં કોઈને માટે પણ સહજ ગણાય. જ્યાં સુધી જૂની ગુજરાતી વગેરેના ગ્રંથસ્થ અને ઉત્કીર્ણ લેખમાંથી મળતા સ્થળનામોની સહાયથી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, નવી ગુજરાતી આ ભૂમિકા અનુસાર ક્રમિક સ્વરૂપ તૈયાર ન થાય ત્યાં સુધી પ૩૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy