SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાં શીલવિષયક કથાઓનો સંગ્રહ મેરુસુંદર ગણિએ કર્યો છે. વર્તમાન સમયમાં આ કથાઓ પ્રેરણાદાયક બની શકે તેવી છે. જૈન મુનિ રામસિંહ રચિત દેહાપાહુડનું સંપાદન પણ તેમણે કર્યું. ઈ. સ. ૧૯૯૬માં હેમચંદ્રાચાર્ય વિરચિત છંદાનુશાસનના અપભ્રંશ વિભાગનું “વસુદેવ હિડિના મઝિમ ખંડનું સંપાદન કર્યું. આ કથાગ્રંથ જૈન કથાગ્રંથોમાં સૌથી પ્રાચીન છે. લુપ્ત થઈ ગયેલા બૃહત્કથાસાગર ગ્રંથનું આ જૈન સંસ્કરણ છે તેમ વિદ્વાનો માને છે. તેથી આ જૈન કથાગ્રંથ ભારતીય સાહિત્યમાં અમૂલ્ય છે. આચાર્ય બપ્પભટ્ટીના ઉપલબ્ધ બતારાયણ' નામના ગ્રંથનું સંપાદન પણ હરિવલ્લભ ભાયાણીએ કર્યું. આ ઉપરાંત અનેક જૈન ટીકાગ્રંથો, કથાગ્રંથો વગેરેનો તેમણે અભ્યાસ પણ કર્યો. જૈન સાહિત્ય ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેક ગ્રંથો આપ્યા છે. ભાષા વિજ્ઞાન અંગે. ઈ. સ. ૧૯૫૯માં ગુજરાતી ભાષા અંગેનો લેખસંગ્રહ “વા વ્યાપાર’ ઈ. સ. ૧૯૫૫માં સુબોધ વ્યાકરણ ઈ. સ. ૧૯૬૩માં ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ દર્શક શબ્દકથા' ઈ. સ. ૧૯૬૫માં અનુશીલન ઈ. સ. ૧૯૬૯માં વ્યાકરણ વિચાર ઈ. સ. ૧૯૭૫માં વ્યુત્પત્તિ વિચાર ઈ. સ. ૧૯૭૩માં શબ્દ પરિશીલન ઈ. સ. ૧૯૭૬માં ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યા. ઈ. સ. ૧૯૮૭માં ભાષાવિમર્શ કાવ્યવિવેચન વિષયક અને સાહિત્ય વિષયક ૧૯૭૩માં કાવ્યશબ્દ ૧૯૭૬માં કાવ્યનું સંવેદન ૧૯૮૦માં રચના અને સંરચના ૧૯૯૧માં ભાવનઃ વિભાવન ભાગ ૧-૨ (ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય વિચાર વિષયક) પ્રાચીન ગુજરાતી જૈનેતર ગ્રંથો) ૧૯૫૫માં શામળકત મદનમોહનાનું સંપાદન ૧૯૫૬માં શામળકૃત રુસ્તમનો સલોકો ૧૯૬૬, ૭૨માં દશમસ્કંધનું સંપાદન (ઉમાશંકર જોશી સાથે) ૧૯૭૫માં પ્રાચીન ગુર્જર કાવ્ય (અગરચંદ નાહટા સાથે) જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy