SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ મેળ તેમણે બેસાડ્યો હતો. સાહિત્ય સર્જનઃ સંપાદનો જૈન મુનિ જિનવિજયજી સાથે જોડાવાથી તેમનું કાર્યક્ષેત્ર જૈન ગ્રંથોમાં વિશેષ રહ્યું. પીએચ.ડી.ના વિષયમાં તેમણે સ્વયંભૂ કવિના પઉમરિ’ને પસંદ કર્યું. ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ મહાકાવ્યના પહેલા ખંડની વીસ સંધિનું સંપાદન તેમણે કર્યું. નવમી સદીમાં અપભ્રંશ ભાષાના આ કવિને રાહુલ સાંકૃત્યાયને ભારતના શ્રેષ્ઠ કવિઓમાં મૂક્યા છે. પીએચ.ડી.નું કાર્ય ૯ વર્ષ ચાલ્યું. તેમાં સંદર્ભગ્રંથો જર્મન ભાષામાં વધારે હતા. તેથી રિવલ્લભ જર્મન શીખ્યા. અને સંદર્ભગ્રંથ વાંચી અને ગ્રંથ ૫૨ કાર્ય કર્યું. મુનિ જિનવિજયજી પ્રાકૃત અપભ્રંશમાં એકમાત્ર મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાને રચેલા સંદેશ રાસક નામના ગ્રંથનું સંપાદન કરતા હતા. હરિવલ્લભે પઉમચરિઉના સંપાદનની સાથે તેમાં વ્યાકરણ, છંદ વગેરે પર કામ કર્યું. આ અભ્યાસ દ્વારા તેમની અપભ્રંશના જાણકારોમાં ગણના થવા લાગી. ઈ. સ. ૧૯૪૮માં મધુસૂદન મોદી સાથે કવિ ધાહિલના પઉમસિરિરિઉ’નું સંપાદન કર્યું. આ ગ્રંથ પ્રાચીન ગુર્જર અપભ્રંશ ભાષામાં છે. તે ગુજરાતી ભાષાની આદિરચના કહી શકાય. ઈ. સ. ૧૯૫૦માં જ્ઞાન પ્રસારક મંડળી સમક્ષ ગુજરાતી ભાષાના ઉદ્ગમ વિશે અભ્યાસપૂર્ણ લેખ પ્રસ્તુત કર્યો. ઈ. સ. ૧૯૫૪માં ગુજરાતી ભાષાના સંશોધન વિશે ‘વાવ્યાપાર’ નામનો ગ્રંથ સંપાદિત કર્યો. ઈ. સ. ૧૯૫૫માં ત્રણ પ્રાચીન જૈન ગૂર્જર કાવ્યનું સંપાદન કર્યું. ૧. રેવંતિપિર ાસુ, ૨. નેમિનાથ ચતુષ્પદિકા, ૩. સ્થૂલિભદ્ર ફાગુ. ઈ. સ. ૧૯૬૦માં કલિકાલસર્વજ્ઞરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનના પ્રાકૃત વ્યાકરણ (અષ્ટમ અધ્યાય)ના અપભ્રંશ વ્યાકરણના સૂત્રોનું સંપાદન કર્યું. આ ગ્રંથ ગુજરાતી, મરાઠી, હિંદી વગેરે ઉત્તર ભારતની ભાષાઓના ઐતિહાસિક અધ્યયન અને વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. ઈ. સ. ૧૯૬૬માં તેમણે કલિકાલસર્વજ્ઞના અદ્વિતીય એવા દેશીનામમાલા'ના અભ્યાસ અંગેનો ગ્રંથ અંગ્રેજીમાં સંપાદિત કર્યો. આ ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યને માત્ર ભારતના જ નહિ પરંતુ વિશ્વના સંશોધકોમાં શિરમોર તરીકે મૂકે તેવો છે. ઈ. સ. ૧૯૭૦-૭૧માં ટ્ટિનમ હનું મધુસૂદન મોદી સાથે સંપાદન કર્યું. ઈ. સ. ૧૯૭૯માં ‘સંખિતી તરંગવઇકા'નું સંપાદન અને અનુવાદ કર્યો. ઈ. સ. ૧૯૮૦માં ‘સીલોપદેશમાલા – બાલાવબોધ'નું સંપાદન કર્યું. આ ૫૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy